Home /News /national-international /

માથાફરેલ પત્ની! બેડરૂમના બદલે લિવિંગ રૂમમાં સુઈ ગયો પતિ, નારાજ પત્નીએ પતિ ઉપર ફેંક્યું ઉકળતું પાણી

માથાફરેલ પત્ની! બેડરૂમના બદલે લિવિંગ રૂમમાં સુઈ ગયો પતિ, નારાજ પત્નીએ પતિ ઉપર ફેંક્યું ઉકળતું પાણી

પ્રતિકાત્મક તસવીર

મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક પત્નીએ ક્રૂરતાની હદ પાર કરી હતી. પોતાના પતિ ઉપર ઉકળતું પાણી ફેંક્યું હતું.

    મુંબઈઃ અત્યારે સમગ્ર દેશમાં લોકાડઉન (lockdown) ચાલી રહ્યું છે ત્યારે લોકો ઘરમાં બંધ છે. આ સમયે ઘરકંકાસના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. મુંબઈમાં (mumbai) આવોજ એક કિસ્સો પ્રકાશમા આવ્યો છે. મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક પત્નીએ ક્રૂરતાની હદ પાર કરી હતી. પોતાના પતિ (husband wife fight) ઉપર ઉકળતું પાણી ફેંક્યું હતું. પત્નીએ આવી હરકત એટલા માટે કરી હતી કે તેનો પતિ બેડરૂમના બદલે લિવિંગ રૂમમાં સુઈ ગયો હતો.

    મળતી માહિતી પ્રમાણે 62 વર્ષીય મહિલાએ પોતાના 65 વર્ષના પતિ સાથે બોરીવલીના MHB કોલોનીમાં રહે છે. પતિ પત્ની વચ્ચે છાસવારે ઝઘડા થતા રહેતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ ઘરના લિવિંગ રૂમમાં સુઈ ગયો હતો.

    આ પણ વાંચોઃ-લોકડાઉનમાં લોહિયાળ ધીંગાણું! ગીરસોમનાથના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ, એકનું મોત

    આ વાત પત્નીને પસંદ ન આવી અને તે ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે પતિને કહ્યું કે તે બેડરૂમમાં સુઈ જાય. પરંતુ પતિએ પત્નીની વાતનો કોઈ જ જવાબ આપ્યો નહીં. ફરીથી કહેતા ફરીથી પતિએ પત્નીને કોઈ જવાબ આપ્યો નહીં. આમ ઉશ્કેરાયેલી પત્નીએ ઉકળતું પાણી પતિ ઉપર ફેક્યું હતું.

    આ પણ વાંચોઃ-પ્રેમનો કરુણ અંજામ! સુરતમાં બે બાળકોની માતા ઉપર પ્રેમીએ એસિડ ફેક્યું, મહિલા બાથરૂમમાં ગંભીર હાલતમાં મળી

    પતિનું આ સ્વરૂપ જોઈને પતિ હેરાન થયો હતો. ગરમ પાણીના કારણે પતિની છાતી, ગળા અને હાથ દાઝી ગયો હતો. ત્યારબાદ પડોશીઓની મદદથી પતિને કાંદિવલીની ડો. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જાવમાં આવ્યા હતા. ત્યા પ્રાથમિક ઉપચાર કર્યા બાદ તેમને કૂપર હોસ્પિટલમાં રેફર કર્યા હતા. જ્યાં તેમને ત્રણ દિવસ સુધી દાખલ કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-મોરબીના કોરોના યોદ્ધાને લાખ લાખ સલમ! સીમંત પ્રસંગ મુલતવી રાખી સાત માસના ગર્ભ સાથે નિભાવે છે ફરજ

    હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પતિ ઘર આવ્યાના બદલે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Husband wife fight

    આગામી સમાચાર