હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર
હોળીના દિવસે રવિવારે બપોરે બજારમાંથી જંડૈલ કુમાર 700 રૂપિયાની સાડી લઈને આવ્યો હતો. સસ્તી સાડી લાવ્યો હોવાથી પતિ સાથે પત્નીએ ઝઘડો કર્યો હતો. પતિ બીજી સાડી લેવા બજારમાં ગયો હતો અને 1700 રૂપિયાની સાડી લઈને ઘરે આવ્યો હતો.
બરેલીઃ હોળીના દિવસે (holi 2021 )પત્ની માટે સાડી (saree for wife) લાવવાનું એક પતિને ભારે પડ્યું હતું. પત્નીએ ગુસ્સામાં આવીને દુપટ્ટાથી લટકીને આત્મહત્યા (wife suicide) કરી લીધી હતી. જ્યારે પત્નીએ આત્મહત્યા કરવા પાછળનું કારણ પરિવારના સભ્યો અને લોકો સામે આવ્યું તો લોકો ચોંકી ગયા હતા. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બરેલીના (bareli) નિગોહી વિસ્તારના હસૌઆ ગામમાં આ ઘટના ઘટી હતી.
ઉત્તર પ્રદેશના હસૌઆ ગામના રહેવાસી જંડેલ કુમાર દિલ્હીમાં પ્રાઈવેટ કાર ચલાવે છે. 15 દિવસ પહેલા પિતા રામકુમારની બીમારીના કારણે તેમનું મોત નીપજ્યું હતુ. જેના કારણે તેઓ ઘરે આવ્યા હતા.
હોળીના દિવસે રવિવારે બપોરે બજારમાંથી જંડૈલ કુમાર 700 રૂપિયાની સાડી લઈને આવ્યો હતો. જેના પગલે પત્ની ક્રાંતિ દેવી સાથે વિવાદ થયો હતો. વિવાદનું કારણ સાડી સસ્તી હોવાનું હતું. વિવાદ બાદ પત્ની નારાજ થઈ હતી.
આ જોઈને પતિ જંડૈલ સિંહ બીજી સાડી ખરીદવા માટે ફરી બજારમાં ગયો હતો. આ વચ્ચે ક્રાંતિ દેવીએ ગુસ્સામાં આવીને દુપટ્ટાથી ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. થોડા સમય બાદ પતિ બજારમાંથી 1700 રૂપિયાની બીજી સાડી લઈને ઘરે પહોંચ્યો હતો.
" isDesktop="true" id="1084108" >
જોકે, ઘરે પહોંચેલા પતિએ જોયું કે પત્નીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ક્રાંતિ દેવીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર