મધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ અને આંખે ઓછું દેખાવાની ફરિયાદ

મધ્ય પ્રદેશઃ કોરોનાની રસી લીધા બાદ નર્સોની તબિયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ અને આંખે ઓછું દેખાવાની ફરિયાદ
પીડિત નર્સની તસવીર અને પ્રતિકાત્મક તસવીર

જિલ્લા હોસ્પિટલના બીએસપી નિર્સિંગ કોલેજમાં ચાર નર્સને રસી આપવામાં આવી હતી. ત્રણને ઉલ્ટી, ઝાડા અને તાવ, ગભરામણ અને શ્વાસ લેવાની તકલિફ થવાની ફરિયાદ સામે આવી છે.

 • Share this:
  ઉજ્જૈનઃ 16 જાન્યુઆરીએ આખા ભારત દેશમાં એક સાથે મોટા સમૂહમાં કોરોના રસીકરણ અભિયાનની (corona Vaccination campaign) શરૂઆત થઈ હતી. પહેલા તબક્કાના આ અભિયાનમાં રાજ્યોના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સની રસી લગાવી હતી. ઉજ્જૈનમાં (Ujjain) કોવીશીલ્ડની રસી લગાવ્યાના 24 કલાક પણ વિત્યા નથી કે ચાર નર્સોની (Nurse) તબિયત ખરાબ થયાની ફરિયાદ મળી છે.

  મળતી માહિતી પ્રમાણે શનિવારે મધ્ય પ્રદેશના ઉજ્જેનમાં પાંચ સેશન સાઈટ્સ ઉપર કોરોના વેક્સીનેશનની શરુઆત થી છે. અહીં જિલ્લા હોસ્પિટલના બીએસપી નિર્સિંગ કોલેજમાં પણ ચાર નર્સ, રાની, ચેતના, મહિમા અને સુમનને પણ રસી આપવામાં આવી હતી. જોકે, એક દિવસ બાદ આ ચારમાંથી ત્રણને ઉલ્ટી, ઝાડા અને તાવ, ગભરામણ અને શ્વાસ લેવાની તકલિફ થવાની ફરિયાદ સામે આવી છે.  ત્રણે નર્સોને ડોક્ટરોએ ઘરે રહેવાની આપી સલાહ
  રવિવારે ત્રણ નર્સ રાની, મહિમા અને સુમન બહરિયા તબિયત ખરાબ થયા બદા હોસ્પિટલમાં દાખ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્થળ ઉપર તપાસ કરવા માટે ટીકાકરણ અધિકારી પહોંચ્યા હતા. ડોક્ટરોએ તેમની તપાસ કર્યાબાદ ઘર ઉપર રહેવાની સલાહ આપી હતી.

  આ પણ વાંચોઃ-

  ટીકાકરણ કરનાર ડો. કેસી પરમારનું કહેવું છે કે ગભરાવવાની કોઈ વાત નથી. વેક્સીનેશન બાદ કોઈને પણ તાવ આવી શકે છે. એક સામાન્ય પ્રક્રિયા છે. આમ છતાં પણ અમે ત્રણે નર્સોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવી છે. તમામનો રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

  આ પણ વાંચોઃ-

  શ્વાંસ લેવામાં તકલીફ અને આંખે ઓછું દેખાવા લાગ્યું
  એશિયાનેટ ન્યૂઝમાં આવેલા સમાચાર પ્રમાણે નર્સ મહિમાના જણાવ્યા પ્રમાણે તેને વેક્સીન લગાવ્યાના આશરે બે કલાક પછી ભારે તાલ અને તેને ઉલ્ટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા હતા. આ ઉપરાંત તેને પેટમાં પણ દુઃખાવો થવા લાગ્યો હતો.  નર્સ ચેતનાએ કહ્યું કે શનિવાર રાત્રે અચાનક ડ્યૂટી દરમિયાન તેને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા હતા. અને શ્વાસ લેવાની તકલિફ પણ થવા લાગી હતી. આંખોમાં બળતરા અને આંખો ભારે લાગવા લાગી હતી. ત્યારબાદ અમે જિલ્લાના અધિકારીઓને જાણ કરી હતી.
  Published by:ankit patel
  First published:January 17, 2021, 22:20 pm

  ટૉપ ન્યૂઝ