કબરમાંથી ગાયબ થયું 10 વર્ષની બાળકીનુ માથું, લોકોને મેલીવિદ્યાની આશંકા!
તમિલનાડુમાં બની અજીબ ઘટના
Viral News: નવ દિવસ સુધી મોતથી ઝઝૂમ્યા બાદ 14 તારીખે કૃતિકાએ હાસ્પિટમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તે પછી 15 ઓક્ટોબરે કૃતિકાની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Viral News: દક્ષિણ રાજ્ય તમિલનાડુમાં એક અજીબ ઘટના બની છે. 10 વર્ષની એક બાળકીનું મોઢું કબરમાંથી ગાયબ થઈ ગયુ છે. મહત્વની વાત એ છે કે, તે બાળકીને એક અઠવાડિયા પહેલા જ દફનાવામાં આવી હતી. આ ઘટના ચેંગલપટ્ટુ જિલ્લાના મધુંથરકમ પાસે આવેલા ચિત્રવાડી ગામમાં બની છે. આ મામલે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે. આ ઘટનાથી બાળકીનાં પરિવારજનો જંગ રહી ગયા છે.
અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયા ટૂડે પ્રમાણે ધોરણ છમાં અભ્યાસ કરતી કૃતિકાનું મોત 14 ઓક્ટોબરે થયુ હતુ. ઘરની બહાર રમતી વખતે તેના પર વિજળીને થાંભલો પડી ગયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. કૃતિકાને પાંચ ઓક્ટોબરે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવી હતી. નવ દિવસ સુધી મોતથી ઝઝૂમ્યા બાદ 14 ઓક્ટોબરે કૃતિકાએ હોસ્પિટલમાં જ છેલ્લો શ્વાસ લીધો હતો. તેના પછી 15 ઓક્ટોબરે કૃતિકાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મળતી હિતી પ્રમાણે તેના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા પછી 15 ઓક્ટોબરે તેને દફનાવામાં આવી હતી. 10 દિવસ પછી તેના માતા-પિતા પાંડિયન અને નાદીયાએ જોયુ કે તેની કબર સાથે કોઈએ છેડછાડ કરી છે. તેના પર આશંકા થતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કબર જોઈ તો હોશ ઉડી ગયા
આ ફરિયાદના આધારે પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જિલ્લા મહેસૂલ વિભાગના અધિકારીઓની સાક્ષીમાં કબરને ખોદવામાં આવી હતી. તેના પછી બધા લોકોએ જે નજારો દેખ્યો તેનાથી બધાના હોશ ઉડી ગયા હતા. કારણ કે, તેમાંથી બાળકીનું માથું ગાયબ હતું.
ચિત્તૂર પોલીસે આ મામલે વિવિધ પ્રકારે તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, કોઈ દુશ્મનીના કારણે તો બાળકીનું માથું કાપીને લઈ ગયુ છે કે પછી કોઈ મેલીવિદ્યાને કારણે આવું કરવામાં આવ્યું છે. પોલીસને કબર પાસેથી કબર ખોદવા માટે વપરાયેલા મોજા અને એક ટોચ પણ મળી છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર