'વન નેશન વન રાશન કાર્ડ' યોજના લાગુ કરશે સરકાર, કોઈપણ રાજ્યમાં મળશે અનાજ, જાણો ફાયદા

News18 Gujarati
Updated: May 14, 2020, 7:15 PM IST
'વન નેશન વન રાશન કાર્ડ' યોજના લાગુ કરશે સરકાર, કોઈપણ રાજ્યમાં મળશે અનાજ, જાણો ફાયદા
પ્રતિકાત્મક તસવીર

વન નેશન- વન રાશન કાર્ડની યોજના ઉપર કામ થશે. દરેક રાજ્યમાં આ લાગું થશે. પ્રવાસી વ્યક્તિ કોઈપણ રાજ્યમાં રાશનની દુકાન ઉપરથી આ કાર્ડની મદદથી રાશન લઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કોરોના સંકટ (coronavirus) વચ્ચે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. જેની બીજા તબક્કાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharamane) ગુરુવારે કરી હતી. બુધવારે MSME સેક્ટરમાં કરેલા મોટી જાહેરાત બાદ હવે મજૂરો, ખેડૂતો અને હાટડીવાળા માટે જાહેરાત કરી હતી. સરકાર તરફથી અર્થવ્યસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આર્થિક પેકેજમાં મહત્વના સેક્ટરોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

વન નેશન-વન રાશન કાર્ડ
વન નેશન- વન રાશન કાર્ડની યોજના ઉપર કામ થશે. દરેક રાજ્યમાં આ લાગું થશે. પ્રવાસી વ્યક્તિ કોઈપણ રાજ્યમાં રાશનની દુકાન ઉપરથી આ કાર્ડની મદદથી રાશન લઈ શકે છે. ઓગસ્ટ 2020 સુધી આ વ્યવસ્થા આખા દેશમાં લાગુ થશે. વન નેશન, વન રાશન કાર્ડ યોજનામાં દેશમાં રહેનારા કોઈપણ નાગરિકનું એક જ રાશન કાર્ડ હશે. જેનાથી ક્યાંયથી પણ રાશન લઈ શકાશે. આ સ્કીમનો ફાયદો એવા લોકોને મળશે જેમની પાસે રાશનકાર્ડ હશે. રાશનકાર્ડ ધારક દેશના કોઈપણ હિસ્સામાંથી સરકારી રાશન દુકાનમાંતી ઓછી કિંમત ઉપર અનાજ ખરીદી શકશે.

આ પણ વાંચોઃ-માનવ જાત માટે સારા સમાચાર! મંગળ ગ્રહ ઉપર રહેવું શક્ય, વૈજ્ઞાનિકોએ શોધી સુરક્ષિત જગ્યા

5 કિલો ઘઉં અને ચોખીની મદદ
નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, જેની પાસે રાશનકાર્ડ અથવા કોઈ કાર્ડ નથી તેમને પણ 5 કિલો ઘઉં, ચોખા અને એક કિલો ચણાની મદદ કરવામાં આવશે. 8 કરોડ પ્રવાસી મજૂરોને આનો ફાયદો થશે. જેનાથી 3500 કરોડ રૂપિયા ખર્ચ થશે. રાજ્ય સરકારો થકી આને કારગર બનાવવામાં આવશે. રાજ્યો પાસે જ આ મજૂરોની જાણકારી છે. આગામી બે મહિના સુધી પ્રક્રિયા લાગુ રહેશે.આ પણ વાંચોઃ-રાહત પેકેજમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે મજૂરો અને ખેડૂતો માટે આવી કરી મોટી જાહેરાતો

આખા દેશમાં લાગુ થશે સ્કીમ
સ્કીમનો સૌથી મોટો ફાયદો છે કે લોકો બીજા રાજ્યોમાંથી પણ રાશન ખરીદી શકશે. આ નિયમ આખા દેશમાં લાગુ થશે.

આ પણ વાંચોઃ-નવો ખતરો! UKમાં કોરોના સાથે નવી રહસ્યમય બીમારીથી હાહાકાર, બાળકોને બનાવે છે શિકાર

સ્કીમના કયા કયા છે ફાયદા

  • સ્કીમનો સૌથી મોટો ફાયદો ગરીબોને મળશે.

  • એક જગ્યાથી બીજી જગ્યા શિફ્ટ થનારાને મલશે ફાયદો

  • નકલી રાશન કાર્ડ ઉપર રોક લગાવવા મદદ મળશે.

  • બધા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા અને પોઈન્ટ ઓફ સેલ (Point of Sale, PoS)મશીન થકી અનાજ વહેચવાની વ્યવસ્થા વહેલી તકે શરૂ થશે.

  • 85 ટકા આધાર કાર્ડ પોઈન્ટ ઓફ સેલ મશીનથી જોડાઈ ચૂક્યા છે.

  • 22 રાજ્યોમાં 100 ટકા પીઓએસ મશીન લાગી ચૂક્યા છે.

First published: May 14, 2020, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading