OMG! ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી યુવતી, લગ્ન માટે થઈ કન્ફ્યૂઝ, જાણો કેવી રીતે લીધો નિર્ણય

OMG! ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી યુવતી, લગ્ન માટે થઈ કન્ફ્યૂઝ, જાણો કેવી રીતે લીધો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ, તે જલ્દી કોઈ પણ માનવા તૈયાર નહીં થાય, પરંતુ આ એક હકિકત છે

  • Share this:
    આંબેડકર નગર : યુપી (ઉત્તરપ્રદેશ)ના આંબેડકર નગરમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમારા પણ હોશ ઉડી જશે. અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ, તે જલ્દી કોઈ પણ માનવા તૈયાર નહીં થાય, પરંતુ આ એક હકિકત છે. આંબેડકરનગરમાં એક છોકરી લગ્ન માટે ચાર છોકરાઓ સાથે ભાગી ગઈ હતી, પરંતુ બાદમાં તે પોતે જ મૂંઝવણમાં પડી હતી કે, કયા છોકરા સાથે લગ્ન કરવા. છેવટે, વરરાજા પસંદ કરવા માટે, પંચાયત બેઠી અને ચિઠ્ઠી ઉપાડી નિર્ણય કરવામાં આવ્યો.

    આ મામલો કોટવાલી ટંડાના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં આ સમસ્યાનું નિરાકરણ લાવવા પંચાયત બેસી અને ચીઠ્ઠી ઉપાડી નિર્ણય લેવામાં આવ્યો હતો. ચારેય યુવકો પાંચ દિવસ પહેલા આ યુવતીને તેના ઘરેથી લઈ ગયા હતા. આરોપીઓએ યુવતીને બે દિવસ પોતાના સંબંધીઓના ઘરે છુપાવીને રાખી, પરંતુ તપાસમાં તેઓ પકડાઈ ગયા હતા. યુવતીનો પરિવારે આરોપી વિરુદ્ધ કેસ કરવાની તૈયારી શરૂ કરી હતી, પરંતુ પંચાયતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે છોકરીને પૂછવામાં આવ્યું કે, તે કયા છોકરા સાથે લગ્ન કરશે, તો તે નક્કી કરી શકી નહીં કે કયો છોકરો લગ્ન માટે યોગ્ય રહેશે. આ મામલે પંચાયત બેઠી અને ચીઠ્ઠી ઉપાડી યુવતી માટે વરરાજા પસંદ કરવામાં આવ્યો.



    છોકરાઓ પણ તૈયાર નહોતા

    યુવતીને ભગાડનાર કોઈ યુવક તેની સાથે લગ્ન કરવા તૈયાર ન હતો, ત્યારે આ મામલો અટક્યો હતો. આ મામલે કોઈ સમાધાન ન મળતાં પંચોએ બંધ રૂમમાં ત્રણ દિવસ ચર્ચા કરી હતી કે, હવે શું કરી શકાય. ખૂબ વિચાર-વિમર્શ બાદ પંચાયતે નિર્ણય કર્યો કે, હવે યુવતી સાથે કોણ લગ્ન કરશે, તે ચીઠ્ઠી ઉપાડીને જ નક્કી કરી શકાય તેમ છે.

    આ રીતે નિર્ણય આવ્યો

    ચારેય યુવકોના નામની ચીઠ્ઠી મુકવામાં આવી હતી અને જે નામ બહાર આવ્યું તેની સાથે સમાધાન કરવામાં આવ્યું. પંચાયત દરમિયાન ચારેય યુવકોના નામની કાપલી એક કટોરીમાં મુકવામાં આવી હતી. આ દરમિયાન પંચોએ એક નાના બાળકને કાપલી ઉપાડવાનું કહ્યું, ત્રણ દિવસથી ચાલી રહેલા વિવાદને તરત જ ઉકેલી દેવામાં આવ્યો અને યુવતીના લગ્ન તે જ યુવાન સાથે નક્કી થયા.
    Published by:kiran mehta
    First published:March 04, 2021, 19:52 pm

    ટૉપ ન્યૂઝ