દેશનો પ્રથમ કિસ્સો! કેબિનેટ મંત્રી કોરોના પોઝિટિવ, CM સહિત આખી સરકાર થઈ શકે છે ક્વોરન્ટાઈન

કેબિનેટ મંત્રી સતપાલ મહારાજની ફાઈલ તસવીર

પૂર્વ ધારાસભ્ય અમૃતા રાવત કોરોના પોઝિટિવ મળ્યા બાદ હવે ખુદ સતપાલ મહારાજ પણ કોરોનો પોઝિટિવ મળ્યા છે. એટલું જ નહીં મહારાજના પુત્ર સહિત કુલ 22 કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

 • Share this:
  દહેરાદુનઃ કોરોના સંક્રમણના વધતા કેસો વચ્ચે ઉત્તરાખંડમાં (Uttarakhand) મોટા સમાચાર આવ્યા હતા. શનિવારે કેબિનેટ મંત્રી (Cabinet minister) સતપાલ મહારાજ (Satpal Maharaj)ની પત્ની પૂર્વ ધારાસભ્ય અમૃતા રાવત કોરોના પોઝિટિવ (corona positive) મળ્યા બાદ હવે ખુદ સતપાલ મહારાજ પણ કોરોનો પોઝિટિવ મળ્યા છે. એટલું જ નહીં મહારાજના પુત્ર સહિત કુલ 22 કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ જાહેર થતાં જ રાજ્યમાં હડકંપ મચી ગયો છે. કારણે શુક્રવારે સચિવાલયમાં આયોજિત કેબિનેટ બેઠકમમાં સતપાલ મહારાજ પણ સામેલ હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ત્રિવેદ્ર સિંહ રાવત (Chief Minister Trivedra Singh Rawat) પણ હાજર હતા. એટલું જ નહીં મહારાજે પર્યટન વિભાગની બેઠકમાં પણ હાજરી આપી હતી.

  હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું મહારાજે કેબિનેટ સહયોગીઓ સાથે મળનારા તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવશે. પ્રોટોકોલ તો આ જ કહે છે. જો પ્રોટોકોલનું 100 ટકા પાલન કરવામાં આવે તો સરકાર અને શાસનમાં બેઠેલા એ બધા જ અધિકારીઓના પણ સેમ્પલ લઈ શકાય છે. જે કેબિનેટથી લઈને પર્યટન વિભાગની બેઠકમાં સામેલ હતા.

  આ પણ વાંચોઃ-રાજસ્થાનથી રાજકોટના જંગલેશ્વરમાં કઈ રીતે આવતું હતું હેરોઇન, SOG પોલીસે ઉકેલ્યો ભેદ

  દેશનો આ પહેલો મામલો છે જ્યારે આખી સરકાર જ કોરોની ઝપેટમાં આવી ગઈ છે. મહારાજના કોરોના રિપોર્ટ આવતા જ શાસમાં હાઈલેવલ કમિટી બેઠક શરૂ થઈ ગઈ છે.

  આ પણ વાંચોઃ-Unlockd-1: સરકારી કર્મચારીઓ માટે પોઈન્ટ ટુ પોઈન્ટ બસ સેવા શરૂ, મુસાફરોને આટલું રાખવું પડશે ધ્યાન

  શનિવારે કેબિનેટ મંત્રી સતપાસ મહારાજની પત્ની અમૃતા રાવતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે સવારે અમૃતા રાવતને ઋષિકેશ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ સતપાલ મહારાજ સહિત 42 લોકોના સેમ્પલ લીધા બાદ ઈસ્ટીટ્યૂશનલ ક્વોન્ટાઈન કરી દીધા હતા.
  Published by:ankit patel
  First published: