Home /News /national-international /મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો, અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં 25 ખરબ રૂપિયા નાખ્યા

મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો, અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં 25 ખરબ રૂપિયા નાખ્યા

National News: કેન્દ્ર સરકારની DBT યોજનાનો આંકડો 25 ટ્રિલિયનને વટાવી ગયો છે. (પ્રતિકાત્મક ફોટો:Clicksbox/shutterstock)

Direct Benefit Transfers: આ સાથે સરકારનો એવો પણ દાવો છે કે DBT સ્કીમથી 2.2 ટ્રિલિયન રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આ રકમનો દુરુપયોગ ન થાય તે માટે સરકારે બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યું છે.

    નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે એક નવી ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ખરેખરમાં મોદી સરકારમાં લાખો લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવાનો રેકોર્ડ બન્યો છે. વર્ષ 2014 થી અત્યાર સુધીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાનો આંકડો રૂ. 25 ટ્રિલિયન (ખરબ) ને વટાવી ગયો છે.

    તમને જણાવી દઈએ કે આ યોજનામાં નવા લાભાર્થીઓ જોડાવાને કારણે ડીબીટી ટ્રાન્સફર દર વર્ષે સતત વધી રહ્યો છે. વર્ષ 2019-20માં ડીબીટી યોજના હેઠળ 3 ટ્રિલિયન રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાં જ વર્ષ 2021-21માં આ માત્રા વધીને 5.5 ટ્રિલિયન રૂપિયાએ પહોંચી ગઇ છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં તે 6.3 ટ્રિલિયન હતી. ત્યાં જ ચાલુ નાણાકીય વર્ષના છ મહિનાથી ઓછા સમયમાં 2.35 ટ્રિલિયન રૂપિયા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા છે.

    જેનો અર્થ એ છે કે વર્ષ 2014થી શરૂ થયેલી DBT સ્કીમમાં છેલ્લા અઢી વર્ષમાં 56 ટકા ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. સરકાર આ યોજનાને આપત્તિમાં લોકોને મદદ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ માધ્યમ બનાવી રહી છે. ખાસ કરીને વર્ષ 2020ના માર્ચ મહિનામાં કોરોના મહામારીમાં તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    એક અધિકારીએ કહ્યું કે DBT કોવિડમાં લોકોનું રક્ષક હતું. તેને સરકાર તરફથી સીધા તેના બેંક ખાતામાં પૈસા મળ્યા છે. પાછલા નાણાકીય વર્ષમાં લગભગ 73 કરોડ લોકોએ DBT યોજનાનો રોકડમાં લાભ લીધો હતો. જ્યારે 105 કરોડ લોકોએ અન્ય માધ્યમો દ્વારા DBTનો લાભ ઉઠાવ્યો હતો.

    આ પણ વાંચો- માત્ર બે મિનિટમાં તસ્કરે ATM માંથી લાખો રૂપિયાની ઉઠંતરી કરી

    આ સાથે સરકારનો એવો પણ દાવો છે કે DBT સ્કીમથી 2.2 ટ્રિલિયન રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આ રકમનો દુરુપયોગ ન થાય તે માટે સરકારે બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યું છે.

    યોજનાનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે

    તમને જણાવી દઈએ કે 53 કેન્દ્રીય મંત્રાલયોની 319 યોજનાઓ DBT યોજના સાથે જોડાયેલી છે. તેમાં એલપીજી પાયલ યોજના, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જાહેર વિતરણ વ્યવસ્થા, પીએમ આવાસ યોજના, ઘણી બધી શિષ્યવૃત્તિ યોજનાઓ અને રાષ્ટ્રીય સામાજિક સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો- અમદાવાદમાં રેવન્યુ તલાટી પતિએ પત્નીને ત્રાસ આપતા કહ્યું- બાળક મારૂ નથી DNA ટેસ્ટ કરાવો

    ડીબીટી યોજનાની શરૂઆત યુપીએ સરકાર દ્વારા વર્ષ 2013-14માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2014-15માં આ યોજનાને મોટી બનાવી હતી. વર્ષ 2017-18માં ડીબીટી યોજના 1.9 ટ્રિલિયન રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ હતી અને વર્ષ 2019-20 સુધીમાં તેમાં ઘણી વધુ યોજનાઓ ઉમેરવામાં આવી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Narendra modi government, PM Modi પીએમ મોદી, Pm narendra modis

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन