Home /News /national-international /

માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રીને ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રીને ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

મહિલા કંડક્ટરની તસવીર

કડકડતી ઠંડી હોવા છતાં પણ પુત્રીને સાથે રાખવી તેની મજબૂરી છે. કારણ કે ઘરમાં કોઈ મહિલા નથી જે તેની દેખભાળ કરી શકે.

  ગોરખપુરઃ સામાન્ય રીતે બસોમાં પુરુષોને ટિકિટ કાપતા જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગોરખપુરમાં એક મહિલા (female conductor) રોડવેજની બસમાં કન્ડક્ટર છે. પરંતુ આ સમયે તે પોતાની પાંચ મહિનાની બાળકીને લઈને રોજ 165 કિલોમિટરની સફર કરે છે. કારણે ઉચ્ચ અધિકારીઓએ ચાઈલ્ડ કેર લીવની અરજી (CCL) નકારી કાઢી હતી.

  યાત્રીઓને દયા આવે છે પરંતુ અધિકારીઓને નહીં
  ઉલ્લેખનીય છે કે આ દુખભરી કહાની ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરમાં રહેનારી શિપ્રા દીક્ષિતની છે. જે ઉત્તર પ્રદેશ પરિવહન નિગર ગોરખપુર ડેપોમાં બસ કન્ડક્ટર છે. તેને પોતાની નોકરીથી કોઈ ફરિયાદ નથી. તેણે પોતાની મરજીથી આ નોકરી પસંદ કરી હતી. પરંતુ આ સમયે તે જે દુઃખથી પસાર થઈ રહી છે.

  તેની વિનંતી કોઈ સાંભળી નથી રહ્યું. કડકડતી ઠંડી હોવા છતાં પણ પુત્રીને સાથે રાખવી તેની મજબૂરી છે. કારણ કે ઘરમાં કોઈ મહિલા નથી જે તેની દેખભાળ કરી શકે. મહિલાની હાલત ઉપર યાત્રીઓને દયા આવે છે પરંતુ વિભાગના અધિકારીઓને સહેજ પણ દયા આવતી નથી. એટલા માટે જ તો ચાઈલ્ડ કેર લીવ એપ્રૂવ ન કરી.

  આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

  આ પણ વાંચોઃ-પરિણીત મહિલાને અનેક પુરુષો સાથે હતા આડા સંબંધો, પ્રેમીને જાણ થતાં જ પાડી દીધો 'ખેલ'

  મળતી માહિતી પ્રમાણે શિપ્રા દીક્ષિતે ઉત્તર પ્રદેશ પરિવહન નિગમમાં બસ કંડક્ટરની નોકરી 2016માં પોતાના પિતા પીકે સિંહના નિધન બાદઅનુકંપા નિયુક્તિ થઈ હતી. પીકે સિંહ પરિવહન નિગમના સીનિયર એકાઉન્ટન્ટ હતા. પરંતુ પુત્રીને તેની યોગ્યતા પ્રમાણે પદ મળ્યું નહીં. શિપ્રાએ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. તેનું કહેવું છે કે મને એ સમજ આવતી નથી કે આટલું ભણેલી હોવા છતાં કંડક્ટરની જોબ આપી. આ નોકરી કરવી મારી મજબૂરી હતી. કારણ કે ઘરમાં બીજું કોઈ કમાનાર ન હતું. ના તો મને કોઈ પ્રમોશન મળ્યું અને ના તો સીસીએલ લીવ મળી રહી છે.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

  આ પણ વાંચોઃ-કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ્સ પેડલર ઈબ્રાહિમ મુઝાવર ઝડપાયો, અંડરવર્લ્ડ ડોન દાઉદથી મોટો ડોન બનવાની છે ઈચ્છા

  પુત્રીને ભૂખ લાગે છતાં નથી પીવડાવી શકતી દૂધ
  શિપ્રાનું કહેવું છે કે બસમાં રોજ લાંબા અંતરની મુસાફરી કરવાથી મુશ્કેલી પડે છે. અનેક વખત તો દીકરીની તબીયત ખરાબ થવા છતાં પણ અધિકારીએ રજા આપી નથી. બાળકીને સાથે રાખીને ટિકિટ કાપવી અને રૂપિયા લેવા આપવામાં તકલિફ પડે છે. દીકરીને વચ્ચે ભુખ લાગે તો માતા તેને દૂધ પીવડાવી નથી શક્તી. તેનું કહેવું છે કે તે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મદદની અપીલ કરી રહી છે કે તેને તેની યોગ્યતા અને પિતાના પદ અનુસાર નોકરી આપવામાં આવે.  પતિ એક સોફ્ટવેર કંપનીમાં કરે છે કામ
  ઉલ્લેખનીય છે કે શિપ્રાના પતિ નીરજ કુમાર છે જે દિલ્હીની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. અત્યારે લોકડાઉનના કારણે તે ઘરે રહીને જ કામ કરે છે. પતિનું કહેવું છે કે પુત્રીને બસમાં લઈ જવાથી તેને હવા લાગી જાય છે અને તે અનેક વખત બીમાર પણ પડી છે પરંતુ અધિકારીઓ વાત સાંભળતા નથી.
  Published by:ankit patel
  First published:

  Tags: Bold photo, Nagin, Nia Sharma, અભિનેત્રી, ફોટો, મોડેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन