કોરોનાના ડરથી નાનકડા દીકરાને ભેટી ન શકતાં ડૉક્ટર પિતા રડી પડ્યાં, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: March 29, 2020, 2:49 PM IST
કોરોનાના ડરથી નાનકડા દીકરાને ભેટી ન શકતાં ડૉક્ટર પિતા રડી પડ્યાં, વીડિયો વાયરલ
નાનકડું બાળક પોતાના પિતાને ભેટવા માટે આગળ વધે છે પરંતુ લાચાર પિતા દીકરાને ત્યાં જ રોકી દે છે

નાનકડું બાળક પોતાના પિતાને ભેટવા માટે આગળ વધે છે પરંતુ લાચાર પિતા દીકરાને ત્યાં જ રોકી દે છે

  • Share this:
રિયાદઃ સઉદી અરેબિયા (Social Media)માં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સારવાર કરનારા એક ડૉક્ટર પોતાના નાનકડા દીકરાને ભેટ્યા ન શકતા ભાવુક થઈ ગયા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગયો છે.

ખતરાને ધ્યાને લઈ દીકરાને આગળ વધતાં પિતા રોકી દે છે

એઆરવાય ન્યૂઝ મુજબ, સઉદી અરેબિયામાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉકટર જ્યારે પોતાના ઘરે પહોંચ્યા તો તેમને પોતાના નાનકડા દીકરાને ભેટવું હતું, પરંતુ કોરોનાના સંક્રમણની યાદ આવતાં જ તેઓ દીકરાથી દૂર થઈને રડા લાગ્યા. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નાનું બાળક પોતાના પિતાને ભેટવા માટે આગળ વધે છે, પરંતુ મેડિકલ યૂનિફોર્મમાં બાળકના પિતા બાળકને પસ આવતાં રોકી દે છે અને ત્યારબાદ તેમની આંખોમાં આંસું આવી જાય છે.

ડૉ. નાસિર રિયાદમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે

આ સંબંધમાં ડૉક્ટરે જણાવ્યું કે, હું સામાન્ય રીતે મારી પત્નીને ઘરે જતાં પહેલા ફોન કરું છું. મેં મારી પત્નીને કહ્યું છે કે તે બાળકોને તેમની સામે આવવાથી રોકી દે. અરબ મીડિયા મુજબ, ડૉક્ટરનું નામ નાસિર અલ શહરાની છે. તેમનું કહેવું છે કે તેમનું કામ શહેરવાસીઓને કોરોના વાયરસના ખતરા વિશે ચેતવવાના અને સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશોનું પલન કરવાનું છે.

આ પણ વાંચો, કોરોનાના ‘પેશન્ટ ઝીરો’ની ભાળ મળી, વુહાનની આ માછલી વિક્રેતાથી ફેલાયું સંક્રમણ!

રિપોર્ટ મુજબ, ડૉ. નાસિર રિયાદના કિંગ સલમાન હૉસ્પિટલ (King Salman Hospital) માં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સઉદી અરેબિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1012 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ, આ વાયરસથી ત્રણ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 33 દર્દીઓ સાજા થઈને ઘરે પણ જઈ ચૂક્યા છે.

આ પણ વાંચો, સ્પેનની પ્રિન્સેસ મારિયાનું કોરોનાથી મોત, કોઈ શાહી પરિવારમાં કોરોના વાયરસથી થયેલું પહેલું મોત
First published: March 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading