મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદમાં એક દર્દનાક ઘટના ઘટી હતી. અહીં એક સસરા દ્વારા પોતાની પુત્રવધૂ સાથે દુષ્કર્મ (rape) આચર્યું હતું. ત્યારબાદ બે દિવસ બાદ ઘરે પરત ફરેલા પુત્રએ આ અંગે વિરોધ કરતા પિતાએ પુત્રને ગોળી મારીને હત્યા (husband murder) કરી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને રૂમમાં પહોંચેલી પત્ની ઉપર પણ સિક્યોરિટી ગાર્ડે (Security guard) પણ ફાયર કર્યું હતું. જોકે, તે સહેજ માટે બચી ગઈ હતી. આરોપીએ પોતાના નાના પુત્ર સાથે મળીને ઘટનાને અંજામ આપ્યો હતો. પીડિત પુતરવધૂએ સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પીડિતાનું કહેવું છે કે મેં સસરાને હંમેશા પિતા સમાન માન્યા હતા પરંતુ તે કેટલા ગંદા વિચાર ધરાવતા હતા. એ મને ખબર ન હતી. તેમણે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. શું સસરા આવા પણ હોય? પોતાની આપવીતિ સંભળાવતા મહિલાએ રડવા લાગી હતી. સસરાએ મારી સાથે દુષ્કર્મ કર્યું અને મારા પતિને મારી નાંખ્યો.
સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો, પીડિતાએ જણાવ્યું કે એકવાર પહેલા પણ સસરાએ મારી સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હું જેમતેમ કરીને પોતાને બચાવી લીધી હતી. મેં તેમણે કહ્યું હતું કે, હવે બીજી વખત આ પ્રકારની વાત ન કરે.
આ પણ વાંચોઃ-એક જ વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બન્યો આ યુવક, મહિલાઓ કેમ કરે છે પસંદ? આ રહ્યું કારણ
25 નવેમ્બરે તેમણે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. મેં તેનો વિરોધ કર્યો હતો તો તેમણે કહ્યું કે પિતા અને સસરામાં અંતર હોય છે. મને ખબર નથી કે સસરો આવો પણ હોય છે. તેમણે મારા પતિની હત્યા કરી દીધી છે. મારી સાસુને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. મારો નાનો દિયર સસરાની સાથે છે.
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ
પોલીસ અધિક્ષક નગર અમિત આનંદના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધી છે. સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યા તેમજ તેમના નાના પુત્ર સામે હત્યાની કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડ અને હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સંબંધોને શર્મસાર કરતા અનેક કિસ્સાઓ છાસવારે બનતા હોય છે. પરંતુ મુરાદાબાદમાં બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકાચર મચી ગઈ હતી.