Home /News /national-international /મહાવતને બચાવવા માટે નદીના ભારે પ્રવાહની વચ્ચે હાથી એક કલાક સુધી તર્યો, સો.મીડિયા પર વીડિયો વાઈરલ

મહાવતને બચાવવા માટે નદીના ભારે પ્રવાહની વચ્ચે હાથી એક કલાક સુધી તર્યો, સો.મીડિયા પર વીડિયો વાઈરલ

મહાવતને બચાવવા માટે હાથી નદીની તોફાની લહેરો સામે એક કલાક સુધી ઝઝૂમ્યો

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘણી વખત એવું લાગ્યું કે બંને નદીના વહેણમાં તણાઈ જશે. હાથીએ રુસ્તમપુર ઘાટથી પટના જેઠુકી ઘાટની વચ્ચેનું એક કિલોમીટર જેટલું અંતર તરીને કાપ્યું હતું.

બિહારનો વૈશાલીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી ગંગાની લહેરો સાથે લડતો જોવા મળી રહ્યો છે. તે પોતાના મહાવતને બચાવવા માટે એક કલાક સુધી નદીમાં તરતો રહ્યો. વીડિયો રાઘોપુરના રુસ્તમપુર ગંગા નંદીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે રુસ્તમઘાટથી જેઠુલી ઘાટ સુધી પાણીના જોરદાર પ્રવાહમાં હાથી પોતાના મહાવતને પીઠ પર બેસાડીને તરતો રહ્યો. આ દરમિયાન નદીની બંને તરફ લોકોની ભીડ ભેગી થઈ ગઈ. વીડિયો મંગળવારની સવારનો લગભગ નવ વાગ્યાનો હોવાનો જણાવવામાં આવી રહ્યું છે. પૂરના પગલે તોફાની બનેલી ગંગામાં હાથીની પીઠ પર બેસીને મહાવત બીજા કિનારા સુધી પહોંચ્યો હતો.



એક કલાક સુધી હાથી તરતો રહ્યો

સ્થાનિક લોકોનું કહેવું છે કે રુસ્તમપુરનો એક મહાવત પોતાના હાથીની સાથે મંગળવારની સવારે લગભગ નવ વાગે ગંગા પાર કરવા માટે નદીમાં ઉતરી ગયો. નદી પાર કરતી વખતે હાથી ક્યારેક પાણીની અંદર તો ક્યારેક પાણીની બહાર આવી જતો. તેની પીઠ પર બેઠેલો મહાવત જેમ તેમ કરીને પોતાને સંભાળી રહ્યો હતો. હાથી ઘણી વખત પાણીની અંદર જતો રહેતો તો તે પોતાની સૂંઢ બહાર કાઢતો. સ્થાનિક લોકોના અનુસાર, લગભગ એક કલાક સુધી નદીની તીવ્ર પ્રવાહની વચ્ચે હાથી પોતાના મહાવતને પીઠ પર બેસાડીને તરતો રહ્યો. નદીનો પ્રવાહ ઘણી વખત હાથીને ડૂબાડી દેતો તેમ છતાં હાથી મહાવત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને માનતો રહ્યો. આ દરમિયાન નદીના બંને ઘાટ પર ભીડ એકત્રિત થઈ ગઈ. પ્રત્યક્ષદર્શિયોનું કહેવું છે કે ઘણી વખત તો એવું લાગતું હતું કે બંને બચી શકશે નહીં, પરંતુ હાથીએ સલામત રીતે પોતાના મહાવતની સાથે નદીને પાર કરી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે નદીમાં હાથી રુસ્તમપુર ઘાટથી પટના જેઠુકી ઘાટ સુધી તરીને ગયો.

મહાવત હાથીની ડોક પર કાન પકડીને બેસી રહ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઘણી વખત એવું લાગ્યું કે બંને નદીના વહેણમાં તણાઈ જશે. હાથીએ રુસ્તમપુર ઘાટથી પટના જેઠુકી ઘાટની વચ્ચેનું એક કિલોમીટર જેટલું અંતર તરીને કાપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાધોપુરની એક લાખ વસ્તી છ મહિના નાવથી નદી પાર કરે છે. ત્યાનાં લોકોની પાસે તેને પાર કરવા માટે માત્ર નાવનો જ સહારો છે. આ દરમિયાન રુસ્તમપુરના એક મહાવત જુઠકી ઘાટ જવા માટે મંગળવારે પોતાના હાથીને નદીમાં ઉતાર્યો, પરંતુ આ દરમિયાન નદીમાં વધારે પાણી હોવાના કારણે મહાવત અને હાથી બંને મુશ્કેલીમાં ફસાય ગયા, પરંતુ હાથી લહેરો સાથે લડતા પોતાના મહાવતની સાથે બીજી પાર પહોંચી ગયો. હવે આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
First published:

Tags: એલિફન્ટ, બિહાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો