Home /News /national-international /

Breaking: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે જાહેર કરશે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ

Breaking: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે જાહેર કરશે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ

ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે જાહેર કરશે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ

આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તમને જણાવી દઈએ કે ભારતના નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાઈ હતી અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી.

વધુ જુઓ ...
    ભારતીય ચૂંટણી પંચ (The Election Commission of India) આજે બપોરે 3 વાગ્યે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી (the election of the next President) માટેનો કાર્યક્રમ જાહેર કરશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) નો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તમને જણાવી દઈએ કે ભારતના નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાઈ હતી અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી.

    આ પણ વાંચો: રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન સમારંભ! જાણો કયા શહેરમાં લાગુ કરવામાં આવ્યો આ નિયમ?

    બંધારણના અનુચ્છેદ 62 નો ઉલ્લેખ કરીને, આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત પૂરી થાય તે પહેલા પૂર્ણ થવી જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સંસદના બંને ગૃહોના સભ્યો સિવાય, તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાના સભ્યોએ મતદાન કર્યું હતું. રાજ્યસભા, લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. તેવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી.

    (આ સમાચાર અપડેટ થઈ રહયા છે...)
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર