ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજના (Gopalganj) વિજયીપુર વિસ્તારમાં દારુના નશામાં (drunk man) ધૂત એક યુવકે એક મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. યુવકે પહેલા પોતાની માતા, ભાભી અને ભત્રીજી ઉપર ચપ્પા વડે હુમલો (attack with knife) કર્યો હતો. ત્યારેબાદ પડોશમાં રહેતી માતા-પુત્રી ઉપર પણ ચપ્પા વડે હુમલો કર્યો હતો. તેની સામે કોઈ આવ્યું નહીં તો તેણે પોતાના ગળા ઉપર ચપ્પુ ફેરવી દીધું હતું. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
આરોપીના પિતા યોગેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે તેનો પુત્ર દીપક વર્મા દારુ પીને ઘરે આવ્યો હતો. ઘરે આવતાની સાથે જ તે કહેવા લાગ્યો કે તે ચપ્પા વડે બધા કાપી નાંખશે. આટલું કહ્યા બાદ તે ઘરમાં ઘૂસી ગયો અને પોતાની માતા ઉપર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. માતાનો અવાજ સાંભળીને ઘરમાં હાજર મોટાભાઈ પત્ની પ્રીતિ ત્યાં આવી તો તેના ઉપર પણ દિપકે ચપ્પા વડે હુમલો કર્યો હતો.
પડોશીની બે મહિલાઓને માર્યા ચપ્પા
એટલું જ નહીં તેણે પોતાની ભત્રીજી પૂજા કુમારી ઉપર પણ અનેક વખત ચપ્પા વડે હુમલો કર્યો હતો, ઘરમાં હોહા થઈ ગઈ હતી. આ સાંભળીને પડોશમાં રહેનારી સુમન અને તેની પુત્રી ત્યાં આવ્યા તો આરોપી યુવકે તેના ઉપર ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. અને ઘરમાંથી બહાર ધકેલી દીધા હતા.
આ પણ વાંચોઃ-બિલાડીની બબાલ! દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી વિદેશી બિલાડી માટે રેલવે પોલીસ થઈ દોડતી, વલસાડનો રસપ્રદ કિસ્સો
દિપકે પોતાનું ગળું પણ કાપી નાંખ્યું
આરોપી દિપકે ઘટનાને અંજામ આપ્યા બાદ લોહીથી લથપથ પડેલી પોતાની માતા, ભાભી અને ભત્રીજીને તડપતો જોઈ રહ્યો હતો. અને તે ફરીથી ઘરની બહાર આવી ગયો હતો. અને પોતાના ગળા ઉપર ચપ્પુ ફેરવીને ગળું કાપી નાંખ્યું હતું. ગળુ કપાતા તે જમીન ઉપર ઢળી પડ્યો હતો. ઘાયલ પરિવારજનોની સાથે આસપાસના લોકો દિપકને સારવાર માટે પીએચસી લઈને પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ-સુરતમાં ખરીદી કરવા આવેલી ઉત્તર પ્રદેશની યુવતીની છેડતી, ચોલી પહેરાવતી વખતે કર્મચારીએ કર્યું ન કરવાનું કામ
આ પણ વાંચોઃ-અમદાવાદઃ નવરાત્રિ પહેલા સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણીલો આજના નવા ભાવ
સારવાર દરમિયાન દિપકનું થયું મોત
જોકે ત્યાં સારવાર થાય તે પહેલા જ દિપકનું મોત થયું હતું. જ્યારે અન્ય ઘાયલ લોકોને સારવાર માટે ગોરખપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ગોપાલગંજ સદર હોસ્પિટલમાં મોકલી હતી.
દિપકને હતી દારૂ પીવાની લત
માનવામાં આવી રહ્યું છે કે દિપકને દારુ પીવાની લત હતી. ચાર વર્ષ પહેલા એક તેણે મટનની દુકાન ઉપર જઈને હંગાામો કર્યો હતો. જ્યારે લોકોએ તેનો વિરોધ કર્યો ત્યારે દિપકે પોતાના માથામાં ચપ્પુ મારી દીધું હતું. પરિવારજનોએ જણાવ્યું કે પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. દિપક વર્મા દિલ્હીમાં પરિવાર સાથે રહીને નોકરી કરી હતી. દારૂ પીવાને લઈને પત્ની સાથે છાસવારે ઝઘડા થતા હતા. લોકડાઉન પહેલા દિલ્હીથી ઘરે આવ્યો હતો. જ્યારે તેની પત્ની મોતી અને પુત્ર શિવમ અને પુત્રી સીયા દિલ્હીમાં જ રહેતા હતા.