ટ્રકમાં JCB લઈ જઈ રહ્યો હતો ડ્રાઈવર, અપાયું અત્યાર સુધીનું સૌથી મોટું ચલણ

News18 Gujarati
Updated: September 9, 2019, 3:32 PM IST
ટ્રકમાં JCB લઈ જઈ રહ્યો હતો ડ્રાઈવર, અપાયું અત્યાર સુધીનું સૌથી મોટું ચલણ
અપાયું અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાફિક ચલણ

બતાવવામાં આવી રહ્યું છે કે, ચલણ 3 સપ્ટેમ્બર 2019ના રોજ આપવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બરના રોજ દંડની રકમ ચુકવ્યા બાદ ડ્રાઈવરને ટ્રક લઈ જવા દેવામાં આવ્યો.

  • Share this:
દેશમાં 1 સપ્ટેમ્બર 2019થી નવો મોટર વિહ્કલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આ એક્ટ હેઠળ દેશમાં હેર-ફેરના નિયમનું ઉલ્લંઘન કરનારા લોકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત એક મોટા દંડની ઘટના સામે આવી છે. ઓડિશામાં એક ટ્રક ડ્રાઈવર પર 86,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સંભલપુર રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસે (RTO) ટ્રક ડ્રાઈવર અશોક જાધવને 86,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચલણની કોપી
ઈન્ડીયા ટૂડેના રિપોર્ટ અનુસાર, ટ્રકનો રજિસ્ટ્રેશન નંબર NL01 G1470 છે, જે નાગાલેન્ડનો છે. દંડની રકમ પહેલા 86,500 હતી, પરંતુ ટ્રક ડ્રાઈવર દ્વારા કેટલાક દસ્તાવેજ રજૂ કર્યા બાદ તે રકમ 70 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી. બતાવવામાં આવી રહ્યું છે કે, ચલણ 3 સપ્ટેમ્બર 2019ના રોજ આપવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બરના રોજ દંડની રકમ ચુકવ્યા બાદ ડ્રાઈવરને ટ્રક લઈ જવા દેવામાં આવ્યો.

સૂત્રો અનુસાર, જાધવ પર અનધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા દેવાની મંજૂરી આપવા માટે 5 હજાર રૂપિયા, લાયસન્સ વગર વાહન ચલાવવા માટે 5000 રૂપિયા, ઓવરલોડિંગ માટે 56000 રૂપિયા, ઓવર ડિમેન્શન પ્રોજેક્શન માટે 20 હજાર રૂપિયા અને અન્ય કાયદાનું પાલન નહીં કરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, ટ્રક ઓડિશાથી છત્તીસગઢ જઈ રહ્યો હતો. રસ્તામાં સંભલપુરમાં RTO અધિકારીઓ દ્વારા પકડાયા બાદ મોટો દંડ ફટકારવામાં આવ્યો. ટ્રક નાગાલેન્ડ સ્થિત એક કંપની બીએલએ ઈન્ફ્રાસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડનો છે. ટ્રકમાં જેસીબી મશીન હતું.
First published: September 9, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading