ડોક્ટર આતંકવાદી બન્યો તો માતા-પિતાએ હિજ્બુલને કરી આજીજી, ‘અમારો દીકરો પાછો આપો’

News18 Gujarati
Updated: June 30, 2018, 8:17 AM IST
ડોક્ટર આતંકવાદી બન્યો તો માતા-પિતાએ હિજ્બુલને કરી આજીજી, ‘અમારો દીકરો પાછો આપો’
ડો. બુહરાન અહમદ ગની

કાશ્મીરમાં સ્થાનિક નાગરિક ભટકી જઇને નફરત અને આતંકવાદના રસ્તા ચાલ્યા જાય છે. આવી જ એક ઘટના અનંતનાગમાં બની છે.

  • Share this:
કાશ્મીરમાં સ્થાનિક નાગરિક ભટકી જઇને નફરત અને આતંકવાદના રસ્તા ચાલ્યા જાય છે. આવી જ એક ઘટના અનંતનાગમાં બની છે. અહીં એક ઘરડાં માતા-પિતાએ આતંકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીનને આજીજી કરી છે કે તેમના દીકરાને પાછો આપે.

વેબસાઇટ કાશ્મીર ડાયલે અનંતનાગમાં રહેનારા વૃદ્ધ સાદિક અને તેમની પત્નીનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં સાદિક પોતાના દીકરા બુરહાનની તબીયત ખરાબ હોવાનું જણાવી રહ્યા છે. આતંકવાદીઓને તેમના પુત્રને પાછો આપવા માટે આજીજી કરી રહ્યા છે. બુહરાન ફિજિયોથેરાપિસ્ટ છે. તેમે ફિજિયોથેરાપીમાં બેચલર ડિગ્રી કરી છે.

શું છે આખો મામલો?

સાદિકનું કહેવું છે કે, તેમનો પુત્ર ડો. બુરહાન અહમદ ગની બે દિવસથી ગુમ છે. બુધવારે સોશિયલ મીડિયા ઉપર તેમના પુત્રની તસવીર વાયરલ થઇ હતી. આ તસવીરની સાથે માહિતી આપી હતી કે, બુરહાનને હિજ્બુલ મુજાહિદ્દીન જોઇન કરી લીધું છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં બંનેએ આતંકવાદીઓને પોતાના પુત્રને પાછો આપવા માટે આજીજી કરી છે.

બીમાર છે બુરહાન

બુરહાનના પિતા સાદિકનું કહેવું છે કે, તેમના પુત્રની તબીયત સારી નથી. તે માનસિક બીમાર છે. આવી સ્થિતિમાં એક સમયની દવા છોડવી તેના માટે યોગ્ય નથી.આતંકવાદી ડ્રેસમાં ફોટો થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે અનંતનાગના ઇસ્લામાબાદ કશબામાં રહેનારા બુરહાન અહમદનો બુધવારે એક ફોટો વાયરલ થયો હતો. જેમાં હિજ્બુલ મુજાહિદ્દીનનો ડ્રેસ પહેરો અને એકે 47 લઇને નજરમાં આવે છે. આ કશબામાંથી આતંકવાદી સંગઠનમાં સામેલ થનારો આ પહેલો યુવક હોવાનું માવામાં આવી રહ્યું છે.
First published: June 30, 2018, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading