દર્દનાક ઘટના! પોતાનું પાપ છુપાવવા માટે ડોક્ટરે પોતાની પ્રેમિકાની હત્યા કરી કૂતરા સાથે ખાડામાં દાટી દીધી

દર્દનાક ઘટના! પોતાનું પાપ છુપાવવા માટે ડોક્ટરે પોતાની પ્રેમિકાની હત્યા કરી કૂતરા સાથે ખાડામાં દાટી દીધી
આરોપી ડોક્ટર અને મૃતક પ્રેમિકાની તસવીર

ભાનુ મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. એ દિવસે તે મારી ઉપર દબાણ બનાવી રહી હતી. આ વાતથી હું પરેશાન થયો હતો અને તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

 • Share this:
  સતનાઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh) સતનામાંથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અહીં એક ડેન્ટિસ્ટ ડોક્ટરે (Dentist Doctor) પોતાનો ગુનો છુપાવવાના ચક્કરમાં ગર્લફ્રેન્ડની હત્યા (Girlfriend murder) કરી દીધી હતી અને તેને પોતાના જ ક્લિનિકની પાસે ખાડો ખોદાવીને દફન કરી દીધી હતી હતી. એટલું જ નહીં ગર્લફ્રેન્ડી સાથે એક કૂતરાને પણ દાટી દીધું હતું. કારણ કે તેને કરેલી કરતૂતો કોઈ જાણી ન શકે.

  માતાની ફરિયાદ પુત્રીને મોત બાદ મળે ન્યાય


  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ડેન્ટલ સર્જન ડોક્ટર આશુતોષ ત્રિપાઠીના ક્લિનિકમાં એટેડન્ટ તરીકે કામ કરનાર 23 વર્ષીય ભાનુ કેવડ નામની યુવતી ગાયબ થઈ હતી. 1 ફેબ્રુઆરીએ યુવતીની માતાએ પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આરોપી ડેન્ટિસ્ટ સાથે પૂછપરછ કરી તો તેણે ગુનો કબુલ્યો નહીં.

  આરોપીની હિંમત તૂટી ગઈને ગુનો કબૂલ્યો
  પોલીસે જ્યારે તેની સામે તપાસ શરૂ કરી તો ડોક્ટર અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ નીકળ્યો હતો. શરૂઆતમાં આરોપી અનેક દિવસો સુધી પોલીસને ચકરાવે ચડાવી હતી. પરંતુ જ્યારે કડકાઈ સાથે પૂછપરછ કરવામાં આવી તો આરોપી ડોક્ટર તૂટી ગયો હતો અને પોતાનો ગુનો કબૂલ્યો હતો. ડોક્ટરે પોલીસને જણાવ્યું કે પોતાના આડાસંબંધોને સંતાડવા માટે તેણે પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હતી.

  આ પણ વાંચોઃ- OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત માટે પત્ની અને સાળો જવાબદાર, દિલ પર પથ્થર મૂકી મેં દારૂ સાથે દવા પીધી છે', યુવકનો આપઘાત

  .. અને ગર્લફ્રેન્ડની સાથે કૂતરાને પણ દાડી દીથું
  આરોપીએ જણાવ્યું કે ભાનુ મારી સાથે લગ્ન કરવા માંગતી હતી. એ દિવસે તે મારી ઉપર દબાણ બનાવી રહી હતી. આ વાતથી હું પરેશાન થયો હતો અને તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલા માટે ક્લિનક પાસે ખાડો ખોદાવ્યો હતો. અને રાત્રે ભાનુને દાટી દીધી હતી. સાથે એક કૂતરાને પણ દાટી દીધું હતી જેથી દુર્ગંધ મારે તો કોઈને શંકા ન જાય.

  આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

  2 વર્ષથી ચાલી રહી રહ્યો હતો બંને વચ્ચે પ્રેમ
  પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કર્યો હતો. જેમાંથી અનેક વસ્તુઓના ખુલાસા થયા હતા. ઉલ્લેખનીય છે કે ખાનગી કોલેજથી એલએલબી કરનારી વિદ્યાર્થી ભાનુ ડોક્ટર આશુતોષ ત્રિપાઠીના ધનાવરી ક્લિનિકમાં છેલ્લા બે વર્ષથી એટેન્ડટ તરીકે કામ કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. અને આડા સંબંધો બંધાયા હતા.  શરુઆતમાં ડોક્ટરે યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. લગ્નની વચન આપીને ડોક્ટેર યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. જ્યારે યુવતી લગ્ન કરવાની વાત કરતો ત્યારે તે ના પાડતો હતો. આ વાતથી છૂટકારો મેળવવા માટે ડોક્ટોરે યુવતીની હત્યા કરી દીધી હતી.
  Published by:ankit patel
  First published:February 21, 2021, 20:58 pm

  ટૉપ ન્યૂઝ