ઉન્નાવ રેપ કેસઃ પીડિતાનો આરોપ, 'કલેક્ટરે મને અને પરિવારને હોટલમાં 'કેદ' કર્યા'

 • Share this:
  ઉન્નાવ રેપ પીડિતાએ જિલ્લા તંત્ર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેને અને તેના પરિવારને હોટલના એક રૂમમાં કેદ કરી લેવામાં આવ્યા છે. પીડિતાનો આરોપ છે કે તેને પીવા માટે પાણી પણ પૂરું પાડવામાં નથી આવી રહ્યું. પીડિતાના કાકાનો આરોપ છે કે પરિવારને એક હોટલમાં નજરકેદ કરી લેવામાં આવ્યો છે. પરિવારને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પણ નથી દેવામાં આવી રહ્યો.

  ઉન્નાવ રેપ પીડિતાએ આરોપ લગાવતા કહ્યું હતું કે, 'હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરું છું કે મને ન્યાય અપાવો. ડીએમએ મને હોટલના એક રૂમમાં બંધ કરી દીધી છે. મને પીવા માટે પાણી પણ નથી આપવામાં આવી રહ્યું. હું એટલું જ ઇચ્છી રહું છું કે દોષિતોને સજા મળે.'

  બીજેપી ધારાસભ્યના ડરથી પીડિત પરિવાર પોતાના ગામમાં પરત નથી ફરવા માંગતો. જેના બાદમાં આખા પરિવારને ઉન્નાવની એક હોટલમાં રાખવામાં આવ્યો છે. ડીએમ રવિ કુમાર એનજીનું કહેવું છે કે પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમની સરકારી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. જોકે, પીડિતા અને તેના કાકાનો આરોપ છે કે તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. તેમને પીવા માટે પાણી પણ નથી આપવામાં આવી રહ્યું. પાણી માંગવા પર કહેવામાં આવે છે કે બોટલથી ભરી લો, પરંતુ પાણી છે જ નહીં.

  પીડિતાનું કહેવું છે કે તેના પિતાની તો હત્યા કરી નાખવામાં આવી છે. હવે બાકી બચેલા કાકાને પણ આ લોકો મારી નાખશે. તેનું કહેવું છે કે તેને આર્થિક મદદ નહીં પરંતુ ન્યાય જોઈએ છે.

  નોંધનીય છે કે આ કેસમાં બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરના ભાઈ અતુલ સિંઘની પીડિતાની પિતાની હત્યા કરવાના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે, ધારાસભ્ય વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જ્યારે મુખ્યમંત્રીના આદેશ પર એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. સીએમએ આ અંગે રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.

  આ વચ્ચે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંઘની પત્નીએ બુધવારે ડીજીપી ઓપી સિંઘ સાથે મુલાકાત કરીને પતિ માટે ન્યાયની પોકાર લગાવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: