Home /News /national-international /MCDમાં આપની જીત બાદ ભાજપમાં ભડકો, નારાજગીના સૂર રેલાયા હોવાની ચર્ચા

MCDમાં આપની જીત બાદ ભાજપમાં ભડકો, નારાજગીના સૂર રેલાયા હોવાની ચર્ચા

આપની જીત બાદ ભાજપમાં ભડકો

MCD: સૂત્રો દ્વારા એક મોટા સમાચાર સામે આવ્યા છે. MCD ચૂંટણી પછી રાજ્ય કારોબારીની બેઠક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી.

    નવી દિલ્હી: સૂત્રો દ્વારા એક મોટા સમાચાર સામે આવ્યા છે. MCD ચૂંટણી પછી રાજ્ય કારોબારીની બેઠક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી હતી. હોદ્દેદારોની બેઠકમાં પદાધિકારીઓને ધમકીભર્યા અંદાજમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મને પ્રમુખ પદેથી દૂર કરવા માટે કેટલાક લોકો ઝુંબેશ ચલાવી રહ્યા છે, યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ નેતાઓ જોઈ લેવામાં આવશે.’

    પ્રદેશ કાર્યાલયમાં પદાધિકારીઓની બેઠક


    ઉલ્લેખનીય છે કે, એમસીડી ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ કાર્યાલયમાં પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે, તેમણે અધ્યક્ષ પદેથી હટાવવા માટે ઘણા નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, પાર્ટીના હોદ્દેદારોની બેઠકમાં જે પદાધિકારીઓ મને હટાવવા ઇચ્છે છે, તેમણે સમય આવે જવાબ આપવામાં આવશે.

    આ પણ વાંચો: અમદાવાદના મણીનગરમાં BRTS બસમાં આગ લાગતા અફરાતફરી

    ભાજપના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની બેઠક


    નોંધનીય છે કે, ભાજપના નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની બેઠક યોજાઈ હતી. દિલ્હી રાજ્ય કાર્યાલયમાં આ બેઠક યોજવામાં આવી હતી જેમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરો આવ્યાં હતા. જેમાં વિરોધનો સૂર રેડાયો છે. આ સાથે સાથે દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા બીજેપી ઓફિસ પહોંચ્યા હતા. આદેશ ગુપ્તા આગામી વ્યૂહરચના સંદર્ભે કાઉન્સિલરોની બેઠક લઈ રહ્યા છે. અગાઉ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારીની મહત્વની બેઠક મળી હતી.

    આ પણ વાંચો: આ 5 પરિબળોએ AAP તરફ જનાદેશ ફેરવ્યો

    MCDની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકો


    દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકો કર્યો છે. CM અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ અત્યાર સુધીમાં 250માંથી 133 વોર્ડ જીત્યા છે. બુધવારે આવેલા આ ચૂંટણીના પરિણામમાં છેલ્લા 15 વર્ષના ભાજપના શાસનનો અંત આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને 101 બેઠકો મળી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Election News, MCD, New Delhi

    विज्ञापन
    विज्ञापन