Home /News /national-international /અમેરિકાની 19 વર્ષની હૈનાએ કરી હતી બ્રિટનની મહારાણીના મૃત્યુની આગાહી, હવે બની ગયું સત્ય

અમેરિકાની 19 વર્ષની હૈનાએ કરી હતી બ્રિટનની મહારાણીના મૃત્યુની આગાહી, હવે બની ગયું સત્ય

હૈના લોકોની પર્સનલ ભવિષ્યવાણી કરીને મહિને લગભગ દોઢ લાખ રૂપિયા કમાય છે.

બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરે નિધન થયું છે. બ્રિટનની મહારાણીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમાચાર અગાઉ પણ ઘણી વખત આવતા રહ્યાં છે. જોકે વર્ષ 2022ની શરૂઆતમાં જ એક છોકરીએ ક્વીનના નિધનની ભવિષ્યવાણી કરી હતી. 19 વર્ષની આ છોકરીનું નામ હૈના કૈરોલ છે, જે પોપ કે પછી સિનેમા સાથે જોડાયેલી ભવિષ્યવાણી કરે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરે નિધન થયું છે. બ્રિટનની મહારાણીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સમાચાર અગાઉ પણ ઘણી વખત આવતા રહ્યાં છે. જોકે વર્ષ 2022ની શરૂઆતમાં જ એક છોકરીએ ક્વીનના નિધનની ભવિષ્યવાણી કરી હતી. 19 વર્ષની આ છોકરીનું નામ હૈના કૈરોલ છે, જે પોપ કે પછી સિનેમા સાથે જોડાયેલી ભવિષ્યવાણી કરે છે. અત્યાર સુધીમાં તેમણે ઘણી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. ક્વિનના નિધન પછી તેમની વિશ્વસનીયતા વધી ગઈ છે. હવે સવાલ એ છે કે તેમની અન્ય ભવિષ્યવાણીઓ પણ આ રીતે સાચી જ પડી હશે.

    હૈના લોકોનો ફોટો જોઈને ભવિષ્યવાણી કરે છે
    હૈના લોકોની પર્સનલ ભવિષ્યવાણી કરીને મહિને લગભગ દોઢ લાખ રૂપિયા કમાઈ રહી છે. હૈના કહે છે કે હવે આ બાબતને તે એક બિઝનેસની જેમ જ જોવે છે. લોકો મને પોતાની તસ્વીર મોકલે છે અને મને તેને જોઈને જે પણ ફિલિંગ આવે છે, હું તેમને કહું છું. તેમના કરિયર, લગ્ન સાથે જોડાયેલી વાતો હું તેમને જણાવું છું. જ્યારે ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે ત્યારે લોકો મને મેસેજ કરે છે, જેનાથી મને આનંદ મળે છે.

    અત્યાર સુધીમાં આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે
    હૈનાએ વર્ષ 2022ની શરૂઆતમાં 28 ભવિષ્યવાણીનું એક લિસ્ટ બનાવ્યું છે. જે પૈકીની ઘણી અત્યાર સુધીમાં સાચી સાબિત થઈ છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન પણ આ પૈકીની એક છે. પોપ સિંગર રિહનાનું પ્રેગ્નન્ટ થવું, પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ઘરે બાળકનું સ્વાગત, કિમ કર્દાશિયનનું બ્રેક થવા સંબંધી ભવિષ્યવાણી હેનાએ કરી હતી.

    શું આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે
    હૈના અમિરિકાના મેસાચુસેટ્સન રહેવાસી છે. હેના કહે છે કે તેને પોપ કલ્ચરમાં રસ છે, તેના કારણે તેની ભવિષ્યવાણી મોટાભાગે તેની સાથે સંકળાયેલી હોય છે. તેનું કહેવું છે કે તે એવી જ ભવિષ્યવાણીઓ કરે છે, જેની સાથે તેની ફિલિંગ હોય છે. કેંડાલ જેનરની સગાઈ, હેલી બીબરનું પ્રેગનન્ટ થવું, ટાયલર સ્વિફ્ટના લગ્ન કે સગાઈની જાહેરાત, વન ડાયરેક્શન બેન્ડનું ફરીથી રિયૂનિયન જેવી ધણી ભવિષ્યવાણીઓ છે, જે હૈનાએ કરી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Queen, Queen Elizabeth II, આગાહી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन