Home /News /national-international /6 વર્ષે મૂક-બધિર બાળકનું કઈક આ રીતે થયું માતા સાથે મિલન, જાણો કઈ રીતે કામ આવ્યું Adhar કાર્ડ ?

6 વર્ષે મૂક-બધિર બાળકનું કઈક આ રીતે થયું માતા સાથે મિલન, જાણો કઈ રીતે કામ આવ્યું Adhar કાર્ડ ?

પ્રતિકાત્મક ફોટો

બેંગ્લોર (Bangalore) નો રહેવાસી 19 વર્ષીય ભરત ચિકપ્પા ન તો બોલી શકે છે કે ન તો સાંભળી શકે છે. ભરત 6 વર્ષ પહેલા 13 વર્ષની ઉંમરે માર્ચ 2016માં તેના પરિવારથી અલગ થઈ ગયો હતો. આધાર કાર્ડ (Aadhar Card) ના કારણે ફરી માતા પાસે પરત ફર્યો હતો.

વધુ જુઓ ...
6 વર્ષ પહેલા એક 13 વર્ષનો બહેરો-મૂંગો છોકરો (Deaf and dumb boy) તેના ઘરેથી ચોકલેટ ખરીદવા નીકળ્યો હતો અને પછી તે ઘરે પાછો આવ્યો ન હતો. તેની માતાએ તેને દરેક જગ્યાએ શોધ્યો પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. ત્યાર બાદ છોકરો એક સરકારી શેલ્ટર હોમ (Government Shelter Home) પર પહોંચ્યો હતો. 6 વર્ષમાં તેમનું જીવન ઘણું બદલાઈ ગયું હતું. પછી એક દિવસ શેલ્ટર હોમ મેનેજમેન્ટે તેનું આધાર કાર્ડ (Aadhar Card) બનાવવાનું નક્કી કર્યું.

બેંગ્લોર (Bangalore) નો રહેવાસી 19 વર્ષીય ભરત ચિકપ્પા ન તો બોલી શકે છે કે ન તો સાંભળી શકે છે. ભરત 6 વર્ષ પહેલા 13 વર્ષની ઉંમરે માર્ચ 2016માં તેના પરિવારથી અલગ થઈ ગયો હતો. આધાર કાર્ડ (Aadhar Card) ના કારણે ફરી માતા પાસે પરત ફર્યો હતો.

આ દરમિયાન ભરતની માતા ગાંડાની જેમ શોધતી રહી. જ્યારે પણ દરવાજે અવાજ સંભળાતો ત્યારે ભરતની માતાને લાગતું કે તેનો દીકરો પાછો આવી ગયો છે. આ માતાએ તેના જિગરના ટુકડા વિના છ વર્ષ કેવી રીતે વિતાવ્યા, તે ફક્ત તે જ જાણે છે. નાગપુરના સરકારી શેલ્ટર હોમમાં વર્ષો પછી જ્યારે માતા-પુત્રની મુલાકાત થઈ ત્યારે ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા હતા.

અહેવાલો અનુસાર, ભરતની માતા બેંગલુરુમાં સ્થાનિક સ્તરના BJP નેતા છે. માર્ચ 2016માં ભરત તેના ઘરેથી 20 રૂપિયા લઈને ચોકલેટ ખરીદવા નીકળ્યો હતો, ત્યારબાદ તે પાછો આવ્યો ન હતો. ભરત ઓક્ટોબર 2016માં નાગપુર રેલવે સ્ટેશન (Nagpur Railway Station) પર મળ્યો હતો.

જ્યારે તેને ઘર વિશે પૂછવામાં આવ્યું તો તે કંઈ બોલી શક્યો ન હતો. ત્યારબાદ તેને ત્યાંથી શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેઓ ચાર અલગ-અલગ શેલ્ટર હોમમાં રોકાયા હતા. માર્ચ 2016થી ઑક્ટોબર 2016 સુધી ભરત ક્યાં હતો તે વિશે તે કંઈ કહી શક્યો નહોતો.
દીકરાની શોધમાં ખર્ચ્યા લાખો રૂપિયા

અહીં માતાએ પોતાના દીકરાને શોધવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. ભગવાનને પ્રાર્થના કરી. પોલીસે પણ પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભરતનો વધુ પત્તો લાગ્યો ન હતો.

જેમ જેમ દિવસો પસાર થતા ગયા, ભરતે નાગપુરની વિશેષ શાળાઓમાં ધોરણ નવ સુધી અભ્યાસ કર્યો. ડિસેમ્બર 2021 માં, તે ફરીથી સરકારી શેલ્ટર હોમમાં પાછો ફર્યો. આ વર્ષે જાન્યુઆરીમાં, ભારતના સેલ્ટર હોમ કાઉન્સેલર મહેશ રણદીપે તેના માટે આધાર કાર્ડ બનાવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ-રાજકોટ : બુટલેગર સલીમ કુરેશીને મોતને ઘાટ ઉતારનાર 8 જેટલા આરોપીઓ ઝડપાયા, 3ની શોધખોળ શરૂ
આધારે જગાવી આશા

આધાર સેવા કેન્દ્રના મેનેજર કેપ્ટન અનિલ મરાઠેએ જણાવ્યું હતું કે ભારતનો નવો આધાર કાર્ડ જનરેટ કરવાનો પ્રથમ પ્રયાસ 4 ફેબ્રુઆરીએ નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે બેંગ્લોરમાં આધાર કાર્ડ ટેકનિકલ સેન્ટરનો સંપર્ક કર્યો, જ્યાં જાણવા મળ્યું કે આધાર કાર્ડ પહેલાથી જ ભરત કુમાર બીના નામે અસ્તિત્વમાં છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મારી નહીં તો કોઈની નહીં', ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવી પ્રેમિકાની હત્યાની ઘટના

ત્યાર બાદ એક આઈડી પણ આપવામાં આવ્યું હતું. આ આઈડી મુંબઈમાં પ્રાદેશિક કાર્યાલયને મોકલવામાં આવ્યું હતું. ભરતનું બાયોમેટ્રિક્સ આઈડી સાથે મેચ થતું હોવાથી તેનું સરનામું અને માતાની વિગતો મળી આવી હતી.
માતાએ 6 વર્ષ પછી પુત્રને ગળે લગાવ્યો

7 માર્ચે, ભરતની માતાને બેંગલુરુમાં યેલાહંકા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. બીજા જ દિવસે ભરતની માતા બેંગ્લોર પોલીસ સાથે નાગપુર પહોંચી. 6 વર્ષ પછી પોતાના વ્હાલસોયા દીકરાને જોઈને માતા ખૂબ જ ભાવુક થઈ ગઈ. કોર્ટના આદેશ બાદ બીજા દિવસે ભરત તેની માતા સાથે ઘરે જવા રવાના થયો હતો.
First published:

Tags: Aadhar card, National news, National News in gujarati