Home /News /national-international /

'BJP MLAsથી દીકરીઓને બચાવવાની છે,' મહિલા અધિકાર સંમેલનમાં બોલ્યા રાહુલ

'BJP MLAsથી દીકરીઓને બચાવવાની છે,' મહિલા અધિકાર સંમેલનમાં બોલ્યા રાહુલ

રાહુલ ગાંધી

બીજેપી મહિલા આરક્ષણ બિલ લઈને આવે છે તો, કોંગ્રેસ તેનું સમર્થન કરશે, પરંતુ બીજેપી આવું ન કરે તો, કોંગ્રેસ સરકાર આવવા પર મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવામાં આવશે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મહિલા કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. આ દરમ્યાન તેમણે મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ દ્વારા મોદી સરકાર પર હુમલો કર્યો. દિલ્હીના તાલકટોરા ઈડોર સ્ટેડિયમમાં મહિલા કોંગ્રેસ કાર્યક્રમ મહિલા અધિકાર સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપીએ મોટા ભાષણો આપ્યા બાદ બેટી બચાવો, બેટી પઢાવો પ્રોગ્રામની શરૂઆત કરી. બેટીઓને બચાવવા માટે દરેક જીલ્લામાં 40 લાખ રૂપિયા આપવામાં આવ્યા, પરંતુ થયું શું? મુજફ્ફરપુર સેલ્ટર હોમનો મામલો જોઈલો. હવે તો દીકરીઓને બીજેપી ધારાસભ્યોથી બચાવવાની જરૂરત છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસમાં એક પણ મહિલા નથી, કારણ કે, તે સંગઠનના દરવાજા મહિલાઓ માટે બંધ છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા મુદ્દાઓ પર બોલે છે, પરંતુ રેપની ઘટના પર હંમેશા ચૂપ રહે છે.

    રાહુલે કહ્યું કે, જે મોદી સરકારે 4 વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ કર્યું, તે 70 વર્ષમાં છોડો, પરંતુ 3000 વર્ષમાં પણ ક્યારે નથી થયું. આ ફક્ત મોટી વાતો કરે છે. કોંગ્રેસ પાર્ટીએ સદનમાં મહિલા આરક્ષણનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.







    રાહુલે કહ્યું કે, અગામી સમયમાં કોંગ્રેસમાં મહિલાઓની ભાગીદારી વધી છે, અને વધુ તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે. રાહુલે મહિલા આરક્ષણ મુદ્દે કહ્યું કે, જો બીજેપી મહિલા આરક્ષણ બિલ લઈને આવે છે તો, કોંગ્રેસ તેનું સમર્થન કરશે, પરંતુ બીજેપી આવું ન કરે તો, કોંગ્રેસ સરકાર આવવા પર મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવામાં આવશે.





    તમને જણાવી દઈએ કે, મહિલા અધિકાર સંમેલન દરમ્યાન રાહુલ ગાંધીએ મહિલા કોંગ્રેસનો નવો ઝંડો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના બાકી જે મહત્વના સંગઠન છે, તેમની પાસે ઝંડો છે. લોગો છે, પરંતુ મહિલા કોંગ્રેસ પાસે કોઈ ઝંડો ન હતો. આજે મહિલા કોંગ્રેસનો અલગ ઝંડો જાહેર કરવામાં આવ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Congress president rahul gandhi

    આગામી સમાચાર