પિતાનો ફોન મિસ થતા જ દીકરીને થઈ ગયો પ્રેમ, આવી રીતે છોકરીના સંપર્કમાં આવ્યો વિકી
આ છે વિકી શર્મા અને તેની સ્કૂટી (ફોટો સોશિયલ મીડિયા)
હઝરતગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અખિલેશ મિશ્રાએ જણાવ્યું કે છોકરીના પિતાનો મોબાઈલ આરોપી પાસે રહી ગયો હતો. તેણે તેનો ફોન ટ્રેસ કરવા માટે તેની પુત્રીના નંબર પરથી વિક્કીને ફોન કર્યો હતો. આ પછી જ વિકી આ સગીર છોકરીના સંપર્કમાં આવ્યો.
લખનઉઃ લખનઉમાં એક કપલનો ખુલ્લેઆમ કિસ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે 100 સીસીટીવી કેમેરાની મદદથી આરોપી વિકી શર્માની ધરપકડ કરી હતી. આરોપી યુવક સાથે વીડિયોમાં દેખાતી સગીર યુવતીના સંપર્કમાં આવવાની કહાની પણ ચોંકાવનારી છે.
હઝરતગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અખિલેશ મિશ્રાએ જણાવ્યું કે છોકરીના પિતાનો મોબાઈલ આરોપી પાસે રહી ગયો હતો. તેણે તેનો ફોન ટ્રેસ કરવા માટે તેની પુત્રીના નંબર પરથી વિક્કીને ફોન કર્યો હતો. આ પછી જ વિકી આ સગીર છોકરીના સંપર્કમાં આવ્યો. લખનૌ પોલીસે જણાવ્યું કે વાયરલ વીડિયોમાં વાહનની નંબર પ્લેટ યોગ્ય રીતે દેખાતી નથી. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી.
100 જેટલા કેમેરાના ફૂટેજ પછી પોલીસને તે વાહનનો નંબર જાણવા મળ્યો. આ પછી પોલીસ આરોપી વિકી શર્મા સુધી પહોંચી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે બાળકીના પિતાની દુકાન પાસે તેની પણ એક દુકાન છે. કેટલાક મહિનાઓ પહેલા યુવતીના પિતાનો ફોન વિક્કીની દુકાન પર જ મુકાયો હતો. તેનો ફોન ટ્રેસ કરવા તેણે દીકરીના ફોન પરથી વિકીના નંબર પર ફોન કર્યો. આ પછી જ વિકી અને આ કિશોર વચ્ચે વાતચીત શરૂ થઈ. બાદમાં બંને વચ્ચે મિત્રતા અને વાતચીત વધી હતી.
RTOની ઓનલાઈન ચલણ ચેકિંગ મોબાઈલ એપ્લીકેશન પરથી જાણવા મળ્યા બાદ જાણવા મળ્યું છે કે વિકી શર્માની સ્કૂટી પર ઘણા બધા ચલણ થઈ ચૂક્યા છે.
આ કલમોમાં કેસ દાખલ થયો
વિકી શર્માને આઈપીસીની કલમ 294 અને 279 હેઠળ જાહેર સ્થળે અભદ્ર કૃત્ય કરવા અને જોખમી રીતે ડ્રાઈવિંગ કરવા બદલ કેસ નોંધ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન મળી ગયા હતા. જ્યારે છોકરી સગીર છે, તેને ચેતવણી આપીને છોડી દેવામાં આવી છે. બંનેએ પોલીસ સ્ટેશનમાં ખેદ વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં આવું નહીં કરવાની ખાતરી આપી છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર