તેલંગાણામાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક યુગલે આત્મહત્યા કરી લીધી હતી. આ કપલે આત્મહત્યા (couple suicide) કરતા પહેલા એક સેલ્ફી વીડિયો (Selfie video) પણ રેકોર્ડ કર્યો હતો. બંને એક ઈ કોમર્સ કંપનીમાં પેકિંગ ડિવિઝનમાં કામ કરતા હતા. છ મહિના પહેલાથી યુવતી મિસિંગ હતી.
મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના (Telangana) નલગોંડા જિલ્લામાં ગુરુવારે એક કપલે પોતાના મોતનો સેલ્ફી વીડિયો રેકોર્ડ કરીને આત્મહત્યા કરી લીધી હતી. વીડિયા બનાવતા પહેલા તેમણે સાઈન લેન્ગ્વેઝનો ઉપયોગ કર્યો હતો. જેનાથી જાણવા મળ્યું હતું કે બંનેએ મરવાનો નિર્ણય કરી લીધો છે.
આ વીડિયો તેમણે પોતાના ઓળખીતા અને મિત્રોને મોકલ્યો હતો. આ વીડિયોના આધારે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેમના ક્ષત-વિક્ષત શવ મળ્યા હતા.
વધુ મળતી માહિતી પ્રમાણે સુસાઈડ કરનાર યુવકોના નામ શેખ મસ્તાન અલી અને યુવતીનું નામ એન અશ્વિની છે. બંને એક ઈ કોમર્સ કંપનીમાં પેકિંગ ડિવિઝનમાં કામ કરતા હતા. છ મહિના પહેલા યુવતી મિસિંગ હતી.
યુવતી ગાયબ હોવાની ફરિયાદ પણ યુવતીના પરિવારના લોકોએ હૈદરાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. બુધવારે નલગોડાની એક સુમસામ જગ્યાએ આ કપલ પહોંચ્યું અને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલો પોલીસે વધુ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
" isDesktop="true" id="1024340" >
ઉલ્લેખનીય છે કે, અત્યારના જમાનામાં આત્મહત્યા કરવું જાણે એકદમ આસાન બની ગયું હોય એમ લાગી રહ્યું છે. રોજેરોજ આત્મહત્યાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ઘર કંકાસ, ડિપ્રેશન, બેરોજગારી, આર્થિક સંકડામણ સહિતના અનેક કારણો હેઠળ લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દે છે. 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા દિવસ ઉજવાયો હતો. અને આ દિવસ એલગ અલગ રિપોર્ટના આત્મહત્યાના આંકડાઓ પણ ચોંકાવનારા આવ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર