બ્રહ્મપુત્ર નદીની નીચે બનશે દેશની પહેલી રોડ ટનલ, ચીનમાં બનેલી ટનલથી પણ હશે લાંબી

પ્રતિકાત્મક તસવીર

આ ટર્નલની ખાસ વાત એ છે કે તેની અંદર સૈન્ય વહાન અને હથિયારોથી લેસ વહાનોને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવી શકાય છે.

 • Share this:
  પૂર્વ લદાખ (Ladakh)ની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી વધેલા તણાવની ઓછો કરવા જ્યાં સતત વાતચીત ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)થી અસમ (Assam) સુધી રોડ પરિવહનને મજબૂત કરવાની કવાયત ઝડપી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્ર નદી (Brahmaputra River)ની નીચે 14.85 કિલોમીટરની ટર્નલ બનાવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલીવાર નદીની નીચે ટર્નલ બનાવી પૂર્વ ચીનના તાઇહૂ ઝીલની આ પ્રકારની ટર્નલ બનાવવામાં આવી હતી.

  કેન્દ્ર સરકારે અસમના ગોહપુરથી નુમાલીગઢને જોડવા માટે બ્રહ્મપુત્ર નદીની નીચે ચાર લેન વાળી રોડ ટર્નલ બનાવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સાર્વજનિક ઉપક્રમે એનએચએઆઇડીસીએલએ અમેરિકાની કંપનીની તરફતી નદીની નીચે તૈયાર થનારી ટર્નલના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે લુઇસ બર્ઝર કંપનીએ બ્રહ્મપુત્ર નદીની નીચે 14.85 કિલોમીટર લાંબી ટર્નલ બનાવવા પ્રી ફિજિબિલટી રિપોર્ટ અને ડીપીઆર તૈયાર કર્યો છે.

  વધુ વાંચો : ચીન સાથે ડીલ પછી ઇરાને ભારતને આપ્યો મોટો ઝટકો, ચાબહાર રેલ પરિયોજનાથી હટાવ્યા

  આ ટર્નલની ખાસ વાત એ છે કે તેની અંદર સૈન્ય વહાન અને હથિયારોથી લેસ વહાનોને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવી શકાય છે. આ ટનલ અસમ અને અરુણાચલ પ્રદેશ જોડવાના દ્રષ્ટ્રિકોણથી પણ ખૂબ જ મહત્વની છે. આ ટનલને તૈયાર કરવાની તમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. ડિસેમ્બરમાં આ ટર્નલ પર કામ શરૂ થશે.  આ પહેલા ચીનમાં 10.79 કિલોમીટરની આવી નદીની નીચે ટર્નલ બની હતી. પણ ભારતની આ ટર્નલ ચીન કરતા પણ લાંબી છે. અને તેને તે રીતે તૈયાર કરવામાં આવી છે તેની અંદર નદીનું પાણી ન ધૂસે. 14 કિલોમીટર લાંબી આ ટર્નલને બનાવવી ખરેખરમાં એન્જિનયરિંગની દ્રષ્ટ્રીએ મુશ્કેલ હશે. વળી હવાનું દબાણ અને ટર્નલમાં તાજી હવાની અવર જવર સાથે ઇમરજન્સી એક્ઝિ જેવી સુવિધાનો પણ ખ્યાલ રાખવામાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published: