ન્યૂઝ18 ગુજરાતી : સિનિયર કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ સલમાન ખુર્શીદે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ખુર્શીદે ટ્વિટ કર્યું કે મોદીની ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં 5 વર્ષોથી ચાલી રહેલા ડરામણાં શાસનનો અંત આવી જશે. સલમાન પહેલા રાહુલ ગાંધીએ પણ સોમવારે એક રેલીમાં કહ્યું હતું કે મોદી એવા બોક્સર છે, જેમણે પોતાના ગુરુ (લાલકૃષ્ણ અડવાણી)ને પંચ મારી દીધો.
ખુર્શીદે સાધ્યું નિશાન
સલમાન ખુર્શીદે મંગળવારે ટ્વિટ કર્યું કે નરેન્દ્ર મોદીની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે, હવે માત્ર 16 દિવસ વધુ, પછી કંઈ નહીં. ટૂંક સમયમાં ઉંદરો ડૂબડા જહાજથી કૂદશે. સલમાને આગળ લખ્યું કે પાંચ ડરામણાં વર્ષોનો અંત થવાનો છે. લોકતંત્રની જય હો.
ખુર્શીદે ટ્વિટમાં લખ્યું કે તેઓએ (મોદીએ) ગંદકી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્ય હંમેશા જીતે છે. સ્ટેટ-નોન સ્ટેટ એક્ટર્સનું મિશ્રણ પણ ભારતીય લોકતંત્ર અને સ્વાયત્તાની કહાણી છે. પોતાના ટ્વિટમાં કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સતત શહીદોને લઈને કરવામાં આવી રહેલી ટિપ્પણી ઉપર પણ નિવેદન આપ્યું.
The count down has begun for Modi: 16 days and no more. Soon rats will jump the sinking ship. Five horrible years to end. Jai Ho Democracy. He did his best to debase and defile it but truth prevails. We shall overcome!
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની દરેક સભામાં દાવો કરી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યા છે. સોમવારે રાહુલ ગાંધીએ હરિયાણાની ભિવાનીમાં એક રેલીને સંબોધિત કરતાં મોદી પર નવા અંદાજમાં ટિપ્પણી કરી હતી. રાહુલે પહેલવાનની રિંગનું ઉદાહરણ આપીને પીએમ મોદી પર મૂળ મુદ્દાઓથી ભાગવા અને જનતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો.