કોવિડ-19 બૂસ્ટર ડોઝ iNCOVACC ટૂંક સમયમાં ભારતમાં અપાશે.
ભારત બાયોટેકના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. ક્રિષ્ના એલ્લાએ જણાવ્યું હતું કે, અમે COVAXIN અને iNCOVACC એમ બે રસી બે જુદા જુદા પ્લેટફોર્મ પરથી બનાવી છે અને બે અલગ અલગ ડિલિવરી સિસ્ટમ સાથે વિકસાવી છે
ચીન સહિત સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે. ભારત સરકારે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે નેઝલ રસીની કિંમત (Coronavirus Nasal Vaccine Price) નક્કી કરી છે. ભારત બાયોટેકની ઇન્ટ્રાનેઝલ કોવિડ રસી iNCOVACC આગામી મહિને જાન્યુઆરીના ચોથા અઠવાડિયાથી મળશે. આ રસી એકંદરે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે.
રસી માટે કેટલા પૈસા ચૂકવવા પડશે?
આ રસી સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયાની કિંમતે અને ખાનગી હોસ્પિટલોમાં 800 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ રસીને CoWin એપ્લિકેશન પર લિસ્ટેડ કરવામાં આવશે. તેને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે રોલ આઉટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ત્રીજા શોટ તરીકે આપી શકાશે
આ મહિનાની શરૂઆતમાં ભારત બાયોટેકને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) પાસેથી iNCOVACCના હેટરોલોગસ બૂસ્ટર ડોઝના ઉપયોગ માટે મંજૂરી મળી હતી. દેશમાં 9 ટ્રાયલ સાઇટ્સમાં 875 દર્દીઓ પર બૂસ્ટર ડોઝનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ નેશનલ ડ્રગ રેગ્યુલેટરીની મંજૂરી મળી છે. હેટરોલોગસ બૂસ્ટરનો અર્થ એ છે કે વ્યક્તિને પહેલા લીધેલી રસીના ડોઝ ત્રીજા શોટ તરીકે અલગ રસી આપી શકાય છે.
મહામારી દરમિયાન ઉત્પાદન અને સ્કેલ-અપની ઝડપ વધશે
iNCOVACCના કારણે Mucosal IgA એન્ટિબોડીના નોંધપાત્ર સ્તર જોવા મળ્યું હતું. શ્વસન માર્ગમાં મ્યુકોસલ IgA એન્ટિબોડીઝ ચેપ અને ટ્રાન્સમિશનને ઘટાડવામાં રાહત આપી શકે છે.
ભારત બાયોટેકના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. ક્રિષ્ના એલ્લાએ જણાવ્યું હતું કે, અમે COVAXIN અને iNCOVACC એમ બે રસી બે જુદા જુદા પ્લેટફોર્મ પરથી બનાવી છે અને બે અલગ અલગ ડિલિવરી સિસ્ટમ સાથે વિકસાવી છે. વેક્ટર ઇન્ટ્રાનાસલ ડિલિવરી પ્લેટફોર્મ અમને જાહેર આરોગ્ય કટોકટી અને મહામારી દરમિયાન ઝડપી ઉત્પાદન, સ્કેલ-અપ, સરળ અને પીડારહિત રસીકરણ માટેની ક્ષમતા આપે છે.
આવી રસીના શું છે ફાયદા?
ઇન્જેક્શનની તુલનામાં નાકથી અપાતી રસીઓના ઘણા ફાયદા છે. વાયરસના એન્ટ્રી પોઇન્ટને સુરક્ષિત રાખવા ઉપરાંત, આ રસીઓ સંગ્રહિત કરવામાં સરળ છે. તેનો બગાડ ઓછો થાય છે અને તેનું વિતરણ કરવું પણ સરળ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઇન્ટ્રાનેસલ રસીને અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડની રસી લેનારા લોકો માટે બૂસ્ટર શોટ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. હવે આ રસી જાન્યુઆરીના અંત સુધીમાં કોરોના રસીના બંને ડોઝ લીધા હોય તેવા લોકોને મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર