પોલિસી મેકર્સ અને ખાનગી ક્ષેત્રને વૈશ્વિક શિક્ષણની પહોંચ સુધારવા પગલાં લેવા માટે પહેલ કરવામાં આવી છે.
Social Impact Report: આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને વિદ્યાર્થીઓના પરિણામોમાં ધિરાણની ભૂમિકાનું વિશ્લેષણ કરનાર અહેવાલમાં 79 ટકા વિદ્યાર્થીઓ વૈશ્વિક દક્ષિણ (ઉભરતા) રાષ્ટ્રોમાંથી આવે છે.
ભારતમાંથી વિદેશમાં ભણવા જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સ્ટુડન્ડ વિઝાની ડિમાન્ડ વધી રહી છે, પરંતુ એક સર્વેમાં વિદેશમાં ભણતર માટે વિદ્યાર્થીઓને પડી રહેલ મુશ્કેલીઓ ઉજાગર થઈ છે. ફિનટેક કંપની MPOWER ફાઇનાન્સિંગે સોશિયલ ઇમ્પેક્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે, 83 ટકા જેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે ખર્ચને સૌથી મોટો અવરોધ ગણાવે છે. જ્યારે 91 ટકા વિદ્યાર્થીઓ મતે શૈક્ષણિક લોનની ઉપલબ્ધતા વિદેશમાં અભ્યાસને શક્ય બનાવે છે.
આંતરરાષ્ટ્રીય શિક્ષણમાં ફાયનાન્સની ભૂમિકાનું વિશ્લેષણ કરનાર અહેવાલ મુજબ વિદેશમાં અભ્યાસ માટે 79 ટકા વિદ્યાર્થીઓ વૈશ્વિક દક્ષિણ (વિકાસશીલ) રાષ્ટ્રોમાંથી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન તેમના સ્વદેશ એટલેકે યજમાન દેશ પર નોંધપાત્ર આર્થિક અસર કરે છે. તેઓ ગ્રેજ્યુએશન બાદ અમેરિકા અને કેનેડાના અર્થતંત્ર અને સિવિલ સોસાયટીમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે. આ સિવાય 18 ટકા સ્નાતકોએ ભંડોળ એકત્ર કર્યું છે અને મુખ્ય કામ પાછળ વાપર્યા છે. 10 ટકા છાત્રોએ કંપની અથવા સંસ્થાની સ્થાપના કરી છે.
સોશિયલ ઇમ્પેક્ટ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિષ્ણાત, ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી અને અમેરિકા કોલિંગ: અ ફોરેન સ્ટુડન્ટ ઇન અ કન્ટ્રી ઓફ પ્રોસ્પાયન્સના લેખક ડો. રજિકા ભંડારી સાથે પાર્ટરનશીપમાં તૈયાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અને ઇમિગ્રન્ટ તરીકે ભારતથી યુએસ સુધીની તેમની સફરનું ઉંડું વર્ણન તેમણે કર્યું છે અને દેશોને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમના દરવાજા ખોલવા અપીલ કરે છે.
રિપોર્ટમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, પોલિસી મેકર્સ અને ખાનગી ક્ષેત્રને વૈશ્વિક શિક્ષણની પહોંચ સુધારવા પગલાં લેવા માટે પહેલ કરવામાં આવી છે.
એમપીએવર ફાઇનાન્સિંગે જણાવ્યું હતું કે, કોલેજો અને યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, નાણાકીય સહાય અને ક્રોસ-બોર્ડર વિદ્યાર્થી લોનની વ્યાપક ઉપલબ્ધતા સહિતના નાણાકીય ઉપાયોના સંપૂર્ણ પાસાઓને ધ્યાનમાં લેવું જોઈએ. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કરી શકે તેવી આર્થિક અસરને મહત્તમ કરવા માટે ઉચ્ચ શિક્ષણ અને સ્કીલ ઇમિગ્રેશન વચ્ચે સરળ-સ્પષ્ટ માર્ગ સ્થાપિત કરવા માટે ઇમિગ્રેશનમાં સુધારાની જરૂર છે. વધુમાં વધુ શિષ્યવૃત્તિ અને વંચિત વિદ્યાર્થીઓના વિવિધ સમૂહો પર કેન્દ્રિત ખાનગી પરોપકારી પ્રયત્નોની શૈક્ષણિક પહોંચ વધારવા અને માનવ મૂડીની ખોટ અટકાવવી જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર