પત્ર લખનારા નેતાઓનો સોનીયા ગાંધીને સવાલઃ રાહુલ ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં?

સંગઠનમાં આમૂલ પરિવર્તનને લઈ પત્ર લખનારા પાર્ટીના નેતા હવે સોનિયા ગાંધીને અધ્યક્ષ પદને લઈ સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરવા લાગ્યા છે

સંગઠનમાં આમૂલ પરિવર્તનને લઈ પત્ર લખનારા પાર્ટીના નેતા હવે સોનિયા ગાંધીને અધ્યક્ષ પદને લઈ સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરવા લાગ્યા છે

 • Share this:
  નવી દિલ્હીઃ પાર્ટી નેતૃત્વને લઈ કૉંગ્રેસ (Congress)માં ફરી એકવાર પરસ્પર નારાજગી જોવા મળી શકે છે. મૂળે, 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) પહેલા કૉંગ્રેસના તમામ નેતા ફરી એકવાર વર્ચ્યૂઅલ રીતે એકત્ર થવાના છે. CWCની બેઠક બાદ જે રીતે પાર્ટીની અંદર વિવાદ થયો હતો, ત્યારબાદ આ પહેલી વાર હશે જ્યારે કૉંગ્રેસના તમામ નેતા સામ-સામે હશે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે સંગઠનમાં આમૂલ પરિવર્તનને લઈ પત્ર લખનારા પાર્ટીના નેતા હવે સોનિયા ગાંધી (Sonia Gandhi)ને અધ્યક્ષ પદને લઈ સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરવા લાગ્યા છે. નોંધનીય છે કે આ બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે. અન્ટની પણ સામેલ હશે.

  નોંધનીય છે કે, CWCની મીટિંગ પહેલા કૉંગ્રેસમાં જ રીતે પત્ર બોમ્બ ફાટ્યો હતો, ત્યારબાદથી કૉંગ્રેસ નેતા બે કેમ્પમાં વહેંચાઈ ગયા હતા. જોકે પાર્ટીએ બાદમાં કહ્યું કે તમામ નેતાઓ સાથે વાત કરી વિવાદ પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, CWCની મીટિંગમાં મનમોહન સિંહ, એ.કે. એન્ટની અને રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ પત્ર લખનારા 23 નેતાઓની આકરી ટીકા કરી હતી. જોકે સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓએ હજુ સુધી પોતાનું વલણ બદલ્યું નથી.

  આ પણ વાંચો, સંત કેશવાનંદ ભારતીનું નિધન, 47 વર્ષ પહેલા બંધારણના મૂળભૂત અધિકાર માટે લડી હતી ઐતિહાસિક લડાઈ

  સોનિયા ગાંધીની જીવની લખનારા રશીદ કિદવઈ મુજબ, સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે તેઓ પોતાને અધ્યક્ષ પદનો ઉમેદવાર જાહેર કરશે કે નહીં. પાર્ટીની આંતરિક કલહને શાંત કરવાની જવાબદારી અનેક વરિષ્ઠ નેતાઓને આપવામાં આવી છે, પરંતુ આ મામલામાં કોઈ ખાસ પ્રગતિ નથી જોવા મળી. નોંધનીય છે કે, સોનિયા ગાંધીને નેતાઓના પત્ર પર 6 મહિનામાં કોઈ અગત્યના નિર્ણય લેવાની વાત કહેવામાં આવી છે.

  આ પણ વાંચો, India-China Rift: રાજનાથ સિંહ સાથે વાત કરવા હોટલ સુધી પહોંચી ગયા હતા ચીની રક્ષા મંત્રી, 80 દિવસમાં 3 વાર સમય માંગ્યોઃ રિપોર્ટ

  સંસદ સત્રમાં સોનિયા ગાંધી નારાજ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત: જોકે, પત્ર લખનારા નેતાઓની ફરિયાદ છે કે 24 ઓગસ્ટે CWCની બેઠક બાદથી તેમની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક નથી કરવામાં આવ્યો. અહેવાલ છે કે 14 સપ્ટેમ્બરથી સંસદના શરૂ થઈ રહેલા સત્ર દરમિયાન સોનિયા ગાંધી આ નેતાઓ સાથે મુલાકાત કરશે. જોકે, આ દરમિયાન પાર્ટીના તમામ નેતાઓ આ મુદ્દે કોઈ પણ નિવેદન આપવાનો ઇન્કાર કરી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: