Home /News /national-international /ઈઝરાયલમાં કોરોનાના નવા વેરિઅન્ટે મળતા ખળભળાટ, મળી આવ્યા 2 પોઝિટિવ કેસ, જાણો તેના લક્ષણો
ઈઝરાયલમાં કોરોનાના નવા વેરિઅન્ટે મળતા ખળભળાટ, મળી આવ્યા 2 પોઝિટિવ કેસ, જાણો તેના લક્ષણો
ઈઝરાયલમાં કોરોનાનું એક નવું સ્વરૂપ જોવા મળ્યું છે.
Corona New Strain In Israel: ઈઝરાયલમાં કોરોનાનું એક નવો વેરિઅન્ટ મળી આવ્યો છે. જે અંગે ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, બે વિદેશી મુસાફરોના ટેસ્ટિંગમાં પોઝિટિવ જોવા મળ્યો છે. હવે તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
નવી દિલ્હી: ઇઝરાયેલમાં કોવિડ-19 (કોરોના ન્યૂઝ વેરિએન્ટ)નું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે. ઇઝરાયલના આરોગ્ય મંત્રાલયને ટાંકીને, સ્થાનિક અખબાર હારેટ્ઝે અહેવાલ આપ્યો છે કે, વિદેશમાં મુસાફરી કરી રહેલા બે લોકોમાં આ અજાણ્યો પ્રકાર જોવા મળ્યો છે. કોરોના વાયરસનું આ નવું વેરિઅન્ટ BA.1 (Omicron) અને BA.2 વેરિયન્ટનું સંયોજન હોવાનું કહેવાય છે. આ પ્રકારથી સંક્રમિત બે મુસાફરો બેન-ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા.
ત્યારબાદ મુસાફરોના પીસીઆર ટેસ્ટ બાદ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે બંને સંક્રમિત મુસાફરોના સેમ્પલ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટમાં મંત્રાલયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, દર્દીઓમાં માથાનો દુખાવો, તાવ અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
મુસાફરોને કેવી રીતે ચેપ લાગ્યો?
પ્રોફેસર સલમાન ઝરકાના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના બંને પ્રકારોનું સંયોજન અસામાન્ય નથી. તેમણે કહ્યું કે, આ ઘટના ત્યારે થાય છે, જ્યારે એક જ કોષમાં બે વાયરસ હોય છે. પ્રોફેસરે કહ્યું કે, આનુવંશિક સામગ્રી તેમની વચ્ચે ટ્રાન્સફર થાય છે. આ પછી વાયરસનું નવું વેરિઅન્ટ બહાર આવે છે. સલમાન ઝરકાએ શેર કર્યું છે કે, બંને દર્દીઓ દંપતી છે, અને તેમની ઉંમર 30ની આસપાસ હશે. તેને આ ચેપ તેના નવજાત બાળકથી લાગ્યો હતો.
ભારતમાં કોવિડ-19ના કેસ વધતા જોવા મળી રહ્યાં છે, ત્યારે ઈઝરાયેલમાં નવો પ્રકાર સામે આવ્યો છે. ખાસ કરીને 6 રાજ્યો મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં કેસ વધ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 6 રાજ્યોને પત્ર લખીને ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને રસીકરણ પર મહત્તમ ધ્યાન આપવા જણાવ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ચાર મહિનાથી વધુના સમય પછી એક દિવસમાં કોવિડ -19 ના 700 થી વધુ કેસ નોંધાયા છે. જેમાંં સક્રિય કેસોની સંખ્યા વધીને 4623 થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર