Home /News /national-international /

કરુણ ઘટના! હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો ન્હોતો, લગ્નના 19 દિવસ બાદ પિતાએ જ કરી પુત્રીની હત્યા

કરુણ ઘટના! હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો ન્હોતો, લગ્નના 19 દિવસ બાદ પિતાએ જ કરી પુત્રીની હત્યા

પ્રતિકાત્મક તસવીર

પિંકી પોતાની કોલોનીમાં રહેતા રોશન નામના યુવકને પસંદ કરતી હતી. જેની સાથે તે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ઘરના લોકો તેની વાત સાંભળતા ન હતા.

  દૌસાઃ દરેક પિતાની એક ઈચ્છા હોય છે કે તે પુત્રી માટે એક એવું ઘર શોધે જ્યાં આખી જિંદગી ખુશીથી રહે. પરંતુ રાજસ્થામાં (Rajasthan) એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં એક બાપે પહેલા ધામધૂમથી પોતાની પુત્રીના લગ્ન કરાવી તેને સાસરી વળાવી હતી. પછી લગ્નના માત્ર 19 દવિસ બાદ પુત્રીને પોતાના જ હાથે મારી નાંખી હતી. પુત્રીના હાથમાંથી હજી મહેંદીનો રંગપણ ઉતર્યો ન હતો. અને પિતાએ ખૂની ખેલ ખેલ્યો હતો.

  હાથમાં મહેંદીનો રંગ પણ ન્હોતો ઉતર્યોને દુલ્હનનું થયું મોત
  આ રુંવાડા ઊભા કરી દે એવી ઘટના ગુરુવારે સવારે પ્રકાશમાં આવી હતી. જ્યાં શંકરલાલ સૈની નામના એક વ્યક્તિએ પોતાની પુત્રીની હત્યા કરી દીધી હતી. પુત્રી આ સંબંધથી રાજી ન હવો છતાં પણ પરિવારે તેના લગ્ન 16 ફેબ્રુઆરીએ જબરદસ્તીથી કરાવી દીધા હતા. જોકે, લગ્નના ત્રણ દિવસ બાદ તે પોતાના પિયર પાછી આવી ગઈ હતી.

  કોઈ અન્યને પ્રેમ કરતી હતી એટલે મળ્યું મોત
  પિંકી પોતાની કોલોનીમાં રહેતા રોશન નામના યુવકને પસંદ કરતી હતી. જેની સાથે તે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ઘરના લોકો તેની વાત સાંભળતા ન હતા. સાસરીથી આવ્યા બાદ પિંકી પ્રેમી રોસન સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ પરિવારે પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ એક જ પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સમાં સાથે ઝેર ગટગટાવ્યું, પિતા, પુત્રી અને બાળકનું મોત

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ સીમંત માટે પત્નીને રેલવે સ્ટેશન મુકીને ઘરે આવતા પતિનું ત્રિપલ અકસ્માતમાં મોત

  કોર્ટે કપલને સુરક્ષા આપવા પોલીસને કર્યો આદેશ
  જ્યાં રોશન ઉપર પિંકીને બળજબરીથી ભગાડી ગયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે પુત્રીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સુરક્ષાની માંગણી કરી તો હાઇકોર્ટે પોલીસને કપલને સુરક્ષા આપવોનો આદેશ કર્યો હતો.

  આ પણ વાંચોઃ-પરિવારને રહેવાનું કહી ભાડે રાખ્યો ફ્લેટ, મકાનમાં ચાલતો હતો દેહવેપારનો ધંધો, પોલીસે છ મહિલા સહિત નવને રંગેહાથ પકડ્યા

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  પુત્રીની હત્યા કર્યાબાદ પોલીસ પાસે પહોંચ્યો પિતા
  ત્રણ દિવસ પહેલા 1 માર્ચે પિંકી પોતાના પ્રેમી રોશનના ઘરે દૌસા જિલ્લામાં પહોંચી હતી. આ વાતની જાણકારી તેના પિતાને લાગી ગઈ હતી. જેના પગલે તે પિંકીને બળજબરી ઉઠાવી આવ્યો હતો. ઘર લઈ જઈને પુત્રીને રોશનને ભૂલીને અને તેને છોડવા માટે સમજાવી હતી. પરંતુ પિંકી ન માની.  ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રીની હત્યા કરી પોલીસ પાસે પહોંચ્યો
  ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને કહ્યું કે પુત્રીને મારી નાંખી છે તમે જણી લાશ ઉઠાવી લો.
  Published by:ankit patel
  First published:

  Tags: Latest crime news

  આગામી સમાચાર