Home /News /national-international /ચીની સેના ભારત સામે થઈ ફ્લોપ, શું હશે શી જિનપિંગની આગામી ચાલ?

ચીની સેના ભારત સામે થઈ ફ્લોપ, શું હશે શી જિનપિંગની આગામી ચાલ?

શી જિનપિંગ પોતાની શક્તિ સાબિત કરવા માટે ભારતને તોડવા માટેનો વધુ એક પ્રયાસ શરૂ કરી રહ્યા છે

શી જિનપિંગ પોતાની શક્તિ સાબિત કરવા માટે ભારતને તોડવા માટેનો વધુ એક પ્રયાસ શરૂ કરી રહ્યા છે

(ગૉર્ડન ડી ચેંગ)

નવી દિલ્હીઃ ચીનમાં (China) ‘વધુ એક ક્રૂર શુદ્ધિકરણ’ થવાનું છે. શાસક શી જિનપિંગ (Xi Jinping) જે પહેલાથી જ સુધાર અભિયાન અને શત્રુઓના મોટાપાયે સફાયાની સાથે કમ્યુનિસ્ટ પાર્ટીમાં ઉલટફેર કરી રહ્યા છે. હવે તેઓએ હાલમાં ભારતીય ક્ષેત્રમાં હાઇ-પ્રોફાઇલ ઘૂસણખોરી કરાવ્યા બાદ પોતાના ભવિષ્યને ખતરામાં મૂકી દીધું છે. શી જિનપિંગ માટે એક દુર્ભાગ્યની વાત છે કે ભારત સામે ભરેલા તેમના આક્રમક પગલાંમાં તેમની પીપલ્સ લીબરેશન આર્મી (PLA) સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગઈ છે. ભારતીય સરહદ પર ચીની સેનાની નિષ્ફળતાના પોતાના પરિણામ હશે. પ્રારંભિક રીતે જિનપિંગ આ બાબતનો ફાયદો ઉઠાવતાં સશસ્ત્ર દળો (Armed Security)માં વિરોધીઓના બદલે પોતાના વફાદાર લોકોને લાવવાના કામને વેગ આપવા માટે એક બહાનું મળી ગયું છે. એવામાં કેટલાક લોકોને સજા મળવી નક્કી છે.

તેમાં પણ અગત્યની વાત એ છે કે આ નિષ્ફળતાઓ ચીનના આક્રમક શાસક- જે પાર્ટીના કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષના રૂપમાં, PLAના નેતા પણ છે, ભારત પર વધુ એક આક્રમક હુમલા માટે પ્રેરિત કરે છે. મે મહિનાની શરૂઆતતી જ ચીની સેના LACના દક્ષિણમાં વધી છે. LAC બંને દિગ્ગજ દેશોની વચ્ચે અસ્થાયી સરહદ છે, જેની પર મુખ્ય રૂપે હિમાલયના ઊંચાઈવાળા લદાખમાં ત્રણ અલગ-અલગ ક્ષેત્રોમાં ચીન આગળ વધ્યું છે. સરહદ યોગ્ય રીતે પરીભાષિત નથી અને વર્ષોથી ચીની સૈનિક ભારત-નિયંત્રિત ક્ષેત્રમાં ઘૂસતા રહ્યા છે. વિશેષ રીતે નવેમ્બર 2012માં જિનપિંગ પાર્ટી મહાસચિવ બન્યા બાદથી આ ગતિવિધિઓમાં તેજી આવી છે.

આ પણ વાંચો, India-China Rift: ચીનને જડબાતોડ જવાબ આપવા માટે 1 મહિના પહેલા શરૂ થઈ હતી તૈયારી! વાંચો Inside Story

મે મહિનાની ઘટનાઓએ ભારતને આશ્ચર્યચકિત કરી દીધી. ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રસીસના ક્લિયો પાસ્કલે ન્યૂઝવીકને જણાવ્યું કે, એપ્રિલમાં રશિયાએ ભારતને આશ્વાસન આપ્યું હતું કે તિબેટ સ્વાયત્ર ક્ષેત્રમાં મોટાપાયે ચાલી રહેલા ચીની સૈન્ય પ્રયાસ સરહદ પર ભારત પર કોઈ કાર્યવાહી માટે પગલાંની તૈયારી નથી.

આ પણ વાંચો, બાઇક ચલાવતાં પહેલા જાણી લો આ વાતો, સરકારના નવા આદેશ બાદ બદલાઈ ગયા છે આ નિયમો

અન્ય રાષ્ટ્ર એ નોટિસ કરશે કે ચીનની સેનામાં કંઈક કમી છે. PLA પોતાની કુલ ક્ષમતાને જોડવાથી આવનારી સંખ્યાથી ઓછી કેમ છે? આ સેનાનું સંચાલન અતિશય રાજકીય નિયંત્રણના કારણે થઈ શકે છે- એક એવી સમસ્યા જે તમામ કમ્યુનિસ્ટ સેનાઓમાં હોય છે. તેમ છતાંય ભારતીય સેના દ્વારા પાછળ ધકેલવાથી નિષ્ફળતાનો અર્થ છે કે શીની કોઈને ડરાવવાની ક્ષમતા ઘણી ઓછી થઈ ગઈ છે. દુર્ભાગ્યથી જિનપિંગ ચીનના એ નેતા છે જે અજેય દેખાતા હતા, પરંતુ હવે તેમણે સાબિત કરવું પડી રહ્યું છે. જેનું પરિણામ તેઓ ભારતને તોડવા માટે વધુ એક પ્રયાસ શરૂ કરીને પોતાને સાબિત કરવામાં લાગી ગયા છે.
First published:

Tags: India china border tension, Ladakh border, Xi Jinping, ચીન, ભારત, ભારતીય સેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો