માત્ર 28 વર્ષની ઉંમરમાં જ આ ભારતીય ક્રિકેટરનું થયું મોત, વડોદરામાં લીધા અંતિમ શ્વાસ
હિમાચલના ક્રિકેટરનું ગુજરાતમાં નિધન
ભારતના એક યુવા ક્રિકેટરનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. આ ખેલાડીએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. જે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ સિદ્ધાર્થના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ન્યુ દિલ્હી : હિમાચલ પ્રદેશ માટે વિજય હજારે ટ્રોફી જીતનાર યુવા ક્રિકેટર સિદ્ધાર્થ શર્માએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખેલાડી માત્ર 28 વર્ષનો હતો. હાલમાં રણજી ટ્રોફી રમાઈ રહી છે અને સિદ્ધાર્થ હિમાચલની ટીમનો સભ્ય પણ હતો. પરંતુ લાંબી માંદગીના કારણે આ ખેલાડીને ખૂબ જ નાની ઉંમરમાં દુનિયા છોડી દેવી પડી હતી.
લાંબા સમયથી બીમાર હતા
જણાવી દઈએ કે સિદ્ધાર્થ ઘણા સમયથી બીમાર હતો. છેલ્લા 2 અઠવાડિયાથી તે બીમારીના કારણે રમતથી દૂર હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના સ્વસ્થ થવાના સમાચાર પણ મળ્યા. પરંતુ અચાનક આ ખેલાડીની તબિયત ફરી એકવાર બગડી. જણાવી દઈએ કે સિદ્ધાર્થે ગુજરાતના વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. તે ત્યાં રણજી મેચ રમવા ગયો હતો.
मुख्यमंत्री श्री @SukhuSukhvinder ने हिमाचल की विजय हजारे ट्रॉफी विजेता क्रिकेट टीम के सदस्य रहे और प्रदेश के स्टार तेज गेंदबाज सिद्धार्थ शर्मा के निधन पर गहरा शोक व्यक्त किया है। मुख्यमंत्री ने शोक संतप्त परिजनों के साथ अपनी गहरी संवेदनाएं व्यक्त की हैं।
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ સિદ્ધાર્થના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હિમાચલ પ્રદેશના સીએમઓએ ટ્વિટ કર્યું, "મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ રાજ્યના સ્ટાર ફાસ્ટ બોલર સિદ્ધાર્થ શર્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જે હિમાચલ પ્રદેશની વિજય હજારે ટ્રોફી વિજેતા ક્રિકેટ ટીમના સભ્ય હતા." મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
ટૂંકા જીવનની કારકિર્દી
સિદ્ધાર્થની ડોમેસ્ટિક કરિયર પણ લાંબો સમય ટકી શકી નહીં. તેણે લિસ્ટ-એમાં 6 મેચ રમી હતી જ્યારે એક ટી20 મેચ. જ્યારે હિમાચલની ટીમ 2021-22માં વિજય હજારે ટ્રોફીની ચેમ્પિયન બની હતી, ત્યારે તે ટીમમાં સિદ્ધાર્થ શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર