Home /News /national-international /ફાઈઝરના સીઈઓ બીજી વખત કોવિડથી સંક્રમિત, કહ્યું- બુસ્ટર ડોઝ લીધો નહોતો

ફાઈઝરના સીઈઓ બીજી વખત કોવિડથી સંક્રમિત, કહ્યું- બુસ્ટર ડોઝ લીધો નહોતો

ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોર્લા 6 સપ્તાહમાં બીજી વખત કોરોનાથી સંક્રમિત. (ફાઈલ ફોટો)

અમેરિકાની દવા નિર્માણ કરતી કંપની ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બૌર્લા 6 સપ્તાહમાં બીજી વખત કોરોનાવાઈરસથી સંક્રમિત થયા છે. તેમણે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે મારો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સારો છું અને સ્વાસ્થ લાભ લઈ રહ્યો છું. બોર્લાએ જણાવ્યું કે તેમને કોવિડનું કોઈ લક્ષ્ણ નથી. તેમણે કહ્યું કે મહામારીની વિરુદ્ધની લડાઈમાં આપણે ખૂબ પ્રગતિ કરી છે, વાઈરસ હાલ પણ આપણી વચ્ચે છે.

વધુ જુઓ ...
    વોશિંગ્ટનઃ અમેરિકાની દવા નિર્માણ કરતી કંપની ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બૌર્લા 6 સપ્તાહમાં બીજી વખત કોરોનાવાઈરસથી સંક્રમિત થયા છે. તેમણે શનિવારે ટ્વિટ કરીને કહ્યું કે મારો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સારો છું અને સ્વાસ્થ લાભ લઈ રહ્યો છું. બોર્લાએ જણાવ્યું કે તેમને કોવિડનું કોઈ લક્ષ્ણ નથી. તેમણે કહ્યું કે મહામારીની વિરુદ્ધની લડાઈમાં આપણે ખૂબ પ્રગતિ કરી છે, વાઈરસ હાલ પણ આપણી વચ્ચે છે. ફાઈઝરના સીઈઓએ કહ્યું કે તેમણે હજી સુધી અપડેટેડ કોવિડ 19 બુસ્ટનો શોટ લીધો નથી. કારણ કે તેઓ અગાઉના કોવિડના સંક્રમણને 3 મહિના પુરા થવાની રાહ જોઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અલ્બર્ટ બૌર્લા આ પહેલા ઓગસ્ટમાં પણ કોરનાવાઈરસથી સંક્રમિત થયા હતા.

    સંક્રમણ પછી માણસના શરીરમાં એન્ટીબોડી બને છે

    યુએસ સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને ભલામણ કરી છે કે જે લોકો તાજેતરમાં જ કોવિડ 19 સંક્રમણથી બહાર આવ્યા છે, તે વેક્સિનનો બુસ્ટર ડોઝ લગાવવા માટે ઓછામાં ઓછો એટલો સમય રાહ જોવે, જ્યાં સુધી તેમના શરીરમાંથી વાઈરસનો પ્રભાવ સંપૂર્ણ રીતે ખત્મ ન થઈ જાય. સીડીસીનું કહેવું છે કે એક વ્યક્તિ સંક્રમણ સંબંધિત લક્ષણ શરૂ થવાના 3 મહીના સુધી કોવિડ રસીનો બુસ્ટર ડોઝ લેવામાં વિલંબ કરવા પર વિચાર કરી શકે છે. કોરોના સંક્રમણમાંથી બહાર આવ્યા પછી માણસના શરીરમાં વાઈરસની વિરુદ્ધ એન્ટીબોડી બને છે, જે એક બુસ્ટરની જેમ કામ કરી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકો સાજા થયા પછી લગભગ 3 મહિના સુધી ફરીથી સંક્રમિત થવાનું જોખમ ખૂબ ઓછું હોય છે.

    મોડર્ના અને ફાઈઝરના અપડેટેડ શોટ્સને પરવાનગી મળી

    સીએનએનના જણાવ્યા મુજબ જો કોરોનાના સંક્રમણની તીવ્રતા વધુ હોય અને કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો હોય તો નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકોએ વેક્સિનના બૂસ્ટર શોટ માટે 3 મહીના સુધી રાહ ન જોવી જોઈએ. સીડીસીએ 1 સપ્ટેમ્બરે ફાઈઝર અને મોડર્નાના અપડેટેડ બુસ્ટ શોટ્સને ગ્રીન સિગ્નલ આપી હતી. ફાઈઝર/બાયોએનટેકની અપડેટેડ વેક્સિન 12 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકો માટે છે. લોકોને રસી 30 માઈકોગ્રામ આપવાની છે. જ્યારે મોડર્નાની અપડેટેડ રસી 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકો માટે છે, તેના અધિકૃત ડોઝની માત્રા 50 માઈક્રોગ્રામ છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Coronavirus Covid 19, Covid 19 cases, Covid 19 coronavirus cases

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन