ધનબાદ: જજ ઉત્તમ આનંદના મોતના મામલાની CJIએ લીધી ગંભીર નોંધ; CCTVથી વધી હત્યાની આશંકા

Dhanbad Judge Death Case: મોર્નિંગ વોક કરી રહેલા જજ ઉત્તમ આનંદને ઓટો ડ્રાઇવરે પાછળથી જોરદાર ટક્કર મારી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો

Dhanbad Judge Death Case: મોર્નિંગ વોક કરી રહેલા જજ ઉત્તમ આનંદને ઓટો ડ્રાઇવરે પાછળથી જોરદાર ટક્કર મારી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો

 • Share this:
  ધનબાદ. ઝારખંડ (Jharkhand)ના ધનબાદ (Dhanbad)માં મોર્નિંગ વોક કરી રહેલા જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદ (Judge Uttam Anand death case)ના દુર્ઘટનામાં મોતનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)એ સુપ્રીમ કોર્ટને આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે. SCBAએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, તેની પાછળ મોટું કાવતરું હોઈ શકે છે.
  મુખ્ય ન્યાયાધીશ જસ્ટિીસ એનવી રમન્નાએ કહ્યું કે, તેમણે ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વાત કરી છે. હાઈકોર્ટે મામલાની જાતે ગંભીર નોંધ લેતા ધનબાદના પોલીસ અધિકારીને સમન્સ પાઠવ્યા છે. હાઈકોર્ટ આ મામલાને જોઈ રહી છે.

  મૂળે, મોર્નિંગ વોક પર ગયેલા જજ ઉત્તમ આનંદની દુર્ઘટનામાં મોતના જે સીસીટીવી ફુટેજ (CCTV Clip Of Judge's Death Case) સામે આવ્યા છે, તેનાથી ઘણે અંશે એવું સ્પષ્ટ થયું છે કે ઓટો ડ્રાઇવરે ટક્કર જાણીજોઈને મારી છે. પૂર્વ ધારાસભ્યના નજીકના રંજય હત્યાકાંડ જેવા અનેક અગત્યના કેસોની સુનાવણી કરનારા જજના મોતને હત્યાનો મામલો માનીને પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં આ કાંડનો ખુલાસો કરી આરોપીઓને સજા અપાવવામાં આવશે. બીજી તરફ, ધારાસભ્યએ આ મામલામાં સીબીઆઇ તપાસની માંગ કરી છે.

  આ પણ વાંચો, Kullu Flash Flood: દીકરા નિકુંજને ઉઠાવીને દોડી રહી હતી પૂનમ, સસરાની નજર સામે જ બંને બ્રહ્મ ગંગામાં સમાયા

  નોંધનીય છે કે, ધનબાદના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઉત્તમ આનંદ બુધવાર સવારે મોર્નિંગ વોક કરી રહ્યા હતા. ત્યારે રણધીર વર્મા ચોક પાસે એક ઓટોએ તેમને ટક્કરશ મારી દીધી હતી. જજને મારવામાં આવેલી આ ટક્કરના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ટેમ્પો જેવી ઓટો પહેલા સીધા રસ્તા પર જઈ રહી હતી અને જજ રસ્તા કિનારે ચાલી રહ્યા હતા. પરંતુ અચાનક રસ્તા કિનારે આવીને ઓટો જજને ટક્કર મારી ફરાર થઈ જાય છે. હવે પોલીસ આ મામલામાં હત્યાના એન્ગલથી પણ તપાસ કરી રહી છે પરંતુ મીડિયાથી અંતર રાખવામાં આવ્યું છે.


  આ પણ વાંચો, શ્રીલંકાઃ ઘરમાં કૂવો ખોદતા મળ્યો 510 KGનો નીલમ, કિંમત લગભગ 10 કરોડ ડૉલર


  રંજય હત્યાકાંડની સુનાવણી કરી રહ્યા હતા જજ ઉત્તમ આનંદ

  મૃતક જજ ઉત્તમ આનંદ પૂર્વ ધારાસભ્ય સંજીવ સિંહના નજીકના ગણાતા રંજય હત્યાકાંડના મામલામાં સુનાવણી કરી રહ્યા હતા. આ એક અગત્યની વાત છે તેથી પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ મામલામાં ત્રણ દિવસ પહેલા જ જજ આનંદે ઉત્તર પ્રદેશના ઇનામી શૂટર અભિનવ સિંહ અને હોટવાર જેલમાં કેદ અમન સિંહ સાથે સંબંધ ધરાવતા શૂટર રવિ ઠાકુર અને આનંદ વર્માની જામીન અરજી ફગાવી દીધી હતી. તેની સાથે જ, આનંદ કતરાસમાં રાજેશ ગુપ્તાના ઘર પર બોમ્બવાળા કેસ જેવા અનેક સંવેદનશીલ કેસોની સુનાવણી જજ ઉત્તમ આનંદ કરી રહ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published: