ભારતીય હદમાં ઘૂસેલી પાકિસ્તાની બોટને BSF એ પકડી, કરી રહી છે વધુ તપાસ
ભારતીય હદમાં ઘૂસેલી પાકિસ્તાની બોટને BSF એ પકડી, કરી રહી છે વધુ તપાસ
BSF seized Pakistani boats: BSFની ભુજ પેટ્રોલિંગ ટીમે ભારતીય જળસીમાના સો મીટર અંદર એક પાકિસ્તાની બોટને પકડી પાડી છે. બોટમાં સવાર માછીમારો નાસી જવામાં સફળ રહ્યા હતા. જો કે બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
ભારતીય સીમા સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. તેણે ગુજરાતના ભુજમાં (Bhuj, Gujarat) ભારતીય હદમાં ઘૂસેલા પાકિસ્તાની બોટને (Pakistani Boat) જપ્ત કર્યું છે. ગુજરાત BSFએ (Gujarat BSF) કહ્યું છે કે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પરંતુ પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે. આ એક પરંપરાગત બોટ છે જેનો ઉપયોગ માછીમારી માટે થાય છે. બોટ એન્જિન વગરની છે. બીએસએફનું કહેવું છે કે પાકિસ્તાની બોટ ભારતીય સરહદની અંદર લગભગ 100 મીટર અંદર જોવા મળી હતી, ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવી હતી.
માછીમારો ઝાડીઓનો સહારો લઈને નાસી છૂટવામાં સફળ
ANIના સમાચાર અનુસાર, BSF ભુજની ટીમ અરબી સમુદ્ર પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બીપી નંબર 1158 હરામી નાળા વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ બનવાની આશંકા હતી. પછી જોયું કે પાકિસ્તાની માછીમારો ત્રણ-ચાર બોટમાંથી ભારતીય જળસીમામાં ઊંડે સુધી આવી રહ્યા છે. આ પછી તરત જ પેટ્રોલિંગ પાર્ટી ત્યાં પહોંચી ગઈ.
On 04th May 2022 at 11:15 am, BSF Bhuj patrol, patrolling near BP no. 1158 in Harami Nala area noticed the movement of a Pakistani fishing boat with 3-4 Pakistani fishermen. The party reached the spot immediately: BSF Gujarat (1/3) pic.twitter.com/i1Hmy3o2Jn
જ્યારે પેટ્રોલિંગ ટીમ જઈ રહી હતી ત્યારે પાકિસ્તાની માછીમારો આસપાસમાં ઝાડીઓની મદદથી છુપાઈ ગયા હતા અને પાકિસ્તાની વિસ્તારમાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ પછી BSFની ટીમે એક બોટ જપ્ત કરી હતી.
આસપાસના દરિયામાં સર્ચ ઓપરેશન
BSFનું કહેવું છે કે એન્જિન વગરની બોટને જપ્ત કરવામાં આવી છે. આ બોટ પાકિસ્તાનમાં બનેલી છે. બોટને જપ્ત કરવા માટે સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જો કે, તેમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. બોટમાં માત્ર માછલી, જાળ અને અન્ય કેટલાક ફિશિંગ સાધનો જોવા મળ્યા હતા.