યુકેનો રોયલ પરિવાર શોધી રહ્યો છે હાઉસકિપર, શરૂઆતનો પગાર 18.5 લાખ રૂપિયા!

યુકેનો રોયલ પરિવાર શોધી રહ્યો છે હાઉસકિપર, શરૂઆતનો પગાર 18.5 લાખ રૂપિયા!
વિન્ડસર કેસ્ટલ મહેલ.

ઍપ્રિન્ટિસશિપ માટે પસંદ થયેલા ઉમેદવારે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે, વર્ષ પછી કામ સંતોષકારક રહેશે તો કાયમી નોકરી મળશે.

 • Share this:
  લંડન: ધ બ્રિટિશ રોયલ પરિવાર (The British Royal Family)ને આજકાલ હાઉસકિપર (Housekeeper)ની જરૂરિયાત છે. આ માટે યોગ્યતા પ્રાપ્ત વ્યક્તિને પરિવાર તરફથી શરૂઆતનો પગાર 18.5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ માટે રોયલ પરિવાર તરફથી વેબસાઇટ પર અધિકૃત જાહેરખબર આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લેવલ ટુ ઍપ્રિન્ટિસશિપ (Level 2 Apprenticeship) માટે ઉમેદવારની જરૂર છે. પસંદ થયેલા ઉમેદવારે વિન્ડસર કેસ્ટલ પેલેસ ખાતે રહીને કામ કરવાનું રહેશે.

  નોકરી શું છે?  આ પહેલા કહેવામાં આવ્યું તે મુજબ આ Level 2 ઍપ્રિન્ટિસશિપ નોકરી છે. પસંદ થયેલા ઉમેદવારે યુકેના વિન્ડસર કેસ્ટલ ખાતે રહેવાનું રહેશે. અહીં તેણે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે.

  રોયલ પરિવાર કેટલો પગાર ચૂકવે છે?

  આ નોકરી માટે તમને ખરેખર 'રોયલ' પગાર મળશે. ઍપ્રિન્ટિસશિપ નોકરી માટે તમને 18.5 લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. આ સાથે તમને ત્યાં રહેવાની પૂણ છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં ભોજન પણ રોયલ પેલેસ તરફથી આપવામાં આવશે. ટ્રાવેલ ખર્ચ પણ આપવામાં આવશે.

  આ પણ વાંચો: વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં કરાયો ઘટાડો, GST અલગથી નહીં વસૂલ કરવામાં આવે

  આ માટે શું યોગ્યતા જોઈએ?

  આ માટે પસંદ થયેલા ઉમેદવારને રોયલ પરિવારના અલગ અલગ મહેલ ખાતે વર્ષમાં કામ કરવાનું રહેશે. જેમાં બંકિગહામ પેલેસનો પણ સમાવેશ થાય છે. આ પેકેજમાં બેંક હોલિડે સહિત વર્ષમાં 33 દિવસની અન્ય રજાનો પણ સમાવેશ થાય છે. ઉમેદવાર સારું અંગ્રેજી તેમજ ગણિતનું જ્ઞાન ધરાવતો હોય તે જરૂરી છે. જોકે, પરિવાર તરફથી આપવામાં આવેલી જાહેરખબરમાં લખવામાં આવ્યું છે કે, જો તમે ઍપ્રિન્ટિસશિપ માટે પસંદ થાઓ છો પરંતુ તમે અંગ્રેજી કે ગણિતનું સારું જ્ઞાન નથી ધરાવતા તો અમે આ માટે તેમને તાલિમ પણ આપીશું.

  આ પણ વાંચો: અમદાવાદમાં વિરોધ વચ્ચે 125 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું

  નોકરી મળે તો તમારે શું કામ કરવાનું રહેશે?

  જો તમે આ નોકરી માટે યોગ્ય ઠરો છો તો તમારે વિવિધ મહેલનું ઇન્ટિરિયર એકદમ સ્વચ્છ રાખવાનું રહેશે. આ અંગે જાહેરખબરમાં લખવામાં આવ્યું છે કે, "તમારે અમારી હાઉસકિપિંગ પ્રોફેસનલ ટીમ સાથે કામ કરવાનું રહેશે. આ માટે તમને તાલિમ આપવામાં આવશે. તમારે મહેલની વસ્તુઓ અને ઇન્ટિરિયરને સ્વચ્છ રાખવાનાં રહેશે. તમારે તમારી ઉત્તમ સેવા આપવાની છે."

  આ પણ જુઓ-

  આ નોકરી માટે તાલિમનો સમય 13 મહિનાનો રહેશે. એક વખત કોઈ ઉમેદવાર સંતોષકારક રીતે તાલિમ પૂર્ણ કરશે ત્યરે બાદ રોયલ પરિવાર તરફથી તેમના કાયમી માટે નોકરી પર રાખી લેવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 28, 2020, 12:44 pm

  ટૉપ ન્યૂઝ