લખનૌઃ ઉત્તર પ્રેદશના (uttar pradesh) લખનૌમાં (Lucknow) દુલ્હાની પ્રેમકિાએ (Groom girl friend) પોતાની લવ સ્ટોરી (love story) થનારી દુલ્હનને સંભળાવી હતી. ત્યારબાદ થનારી દુલ્હને (bride) લગ્ન કરવા (Marriage) માટે ઈન્કાર કર્યાની ઘટના સામે આવી છે. આમ દુલ્હન લીધા વગર જાન પરત ફરી હતી. જ્યારે પોલીસે (police) વરપક્ષને લગ્નનો બધો ખર્ચ આપવા માટે કહ્યું છે.
ઉન્નાવના ઔરાસમાં રવિવારે મોડી રાત્રે કાકોરીના ખાનપુરમઉ ગામમાં જાન આવી હતી. જાનૈયાઓ બેન્ડના ધુન ઉપર ડાન્સ કરતા રહ્યા હતા. અને કન્યા પક્ષના લોકો જયમાલાની તૈયારીમાં લાગ્યા હતા. જ્યારે દુલ્હા જયમાલ પહેરવા માટે દુલ્હનની રાહ જોઈને ચોરીમાં બોઠો હતો.
દુલ્હન સહેલીઓ સંગ ફૂલોનો હાર હાથોમાં પકડીને દુલ્હા તરફ આગળ વધી રહી હતી. ત્યારે દુલ્હાની પ્રેમિકા આવી પહોંચી. પીડિત પ્રેમિકાઓ પોતાના પ્રેમ કાહની થનારી દુલ્હનને સંભળાવી હતી.
થનાર પતિની પ્રેમિકાની લવ સ્ટોરી સાંભળીને દુલ્હને લગ્ન માટે ના પાડી દીધી હતી. ગ્રામિણોએ જણાવ્યું કે પ્રેમિકાએ પોતના કોર્ટ મેરેજના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.
દુલ્હનના લગ્ન માટે ના પાડવી અને પ્રેમિકા સાથે લગ્ન થયાના દાવા વિવાદ ઊભો થયો હતો. જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસ અને સમાજના વડીલો વચ્ચે એ નક્કી થયું કે વર પક્ષ કન્યા પક્ષને લગ્નનો તમામ ખર્ચ આપશે.
પ્રેમિકા દુલ્હન સાથે પરત જતી રહી. વરપક્ષના લોકો પણ પ્રેમિકાની વાત સાંભળીને તેના પક્ષમાં ઊભા રહ્યા હતા. દુલ્હાના પરિવારજનો પણ પ્રેમિકાની વાત સાંભળીને ભાવુક થઈ ગયા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર