Home /News /national-international /હાથમાં સ્વર્ગસ્થ પિતાની તસ્વીર લઈને દાદાની સાથે લગ્નના મંડપમાં પહોંચી વધૂ, વીડિયો વાયરલ

હાથમાં સ્વર્ગસ્થ પિતાની તસ્વીર લઈને દાદાની સાથે લગ્નના મંડપમાં પહોંચી વધૂ, વીડિયો વાયરલ

વધૂના પિતાનું મૃત્યુ થઈ ગયું તો તે લગ્નના મંડપમાં તેમની તસ્વીર લઈને પહોંચી.

લગ્ન જીંદગીનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે. દરેક વ્યક્તિ તેને ખાસ બનાવવા માંગે છે. આ એવી ક્ષણો હોય છે, જે પરિવારને ભાવુક કરી દે છે. એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વધૂના પિતાનું મૃત્યુ થઈ ગયું હોવાથી તે લગ્નના મંડપમાં તેમના ફોટાને લઈને પહોંચી હતી. તેના એક હાથમાં પિતાનો ફોટો હતો તો બીજો હાથ દાદાના હાથમાં હતો.

વધુ જુઓ ...
  મુંબઈ: લગ્ન જીંદગીનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે. દરેક વ્યક્તિ તેને ખાસ બનાવવા માંગે છે. આ એવી ક્ષણો હોય છે, જે પરિવારને ભાવુક કરી દે છે. એક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વધૂના પિતાનું મૃત્યુ થઈ ગયું હોવાથી તે લગ્નના મંડપમાં તેમના ફોટાને લઈને પહોંચી હતી. તેના એક હાથમાં પિતાનો ફોટો હતો તો બીજો હાથ દાદાના હાથમાં હતો.

  હ્યુમન્સ ઓફ બોમ્બેએ શેર કર્યો વીડિયો

  આ ભાવુક કરાવી દે તેવા વીડિયોને હ્યુમન્સ ઓફ બોમ્બેએ શેર કર્યો છે. વીડિયોની એક-એક પળ જોઈને તમે ભાવુક થઈ જશો. સામે જ લગ્નનો મંડપ છે અને પછી વધૂની એન્ટ્રી થાય છે. એક હાથમાં દિવંગત પિતાનો ફોટો અને સાથે દાદાજી છે. વધૂના ચહેરા પર ખુશી અને આંસૂ બને દેખાઈ રહ્યાં છે. દાદાજી ખૂબ ભાવુક દેખાઈ રહ્યાં છે. દાદાજી અને વધૂની પાછળ પરિવારના સભ્યો અને મહેમાન છે. આ ખુશીના પ્રસંગે પણ દરેકની આંખોમાં આસું આવી ગયા હતા.

  માત્ર 9 વર્ષની ઉંમરે ગુમાવ્યા હતા પિતા

  આ વીડિયોમાં દેખાઈ રહેલી વધૂનું નામ પ્રિયંકા ભાટી છે. તેણે 9 વર્ષની ઉંમરે જ પોતાના પિતાને કેન્સરના પગલે ગુમાવી દીધા હતા. તે પછી તેનો ઉછેર દાદાજીની દેખરેખ હેઠળ થયો હતો. પ્રિયંકાએ કહ્યું હું 9 વર્ષની હતી, જ્યારે મારા પિતાનું નિધન થયું. મને કેરીઓ ખૂબ જ પસંદ હતી અને જેવી ગરમીની સિઝન શરૂ થાય કે તરત જ તે એક કેરીની પેટી લઈને ઘરે આવતા હતા. જોકે છેલ્લા 2 વર્ષમાં જ્યારે તેમને પોતાને કેન્સર હોવાનો ખ્યાલ આવ્યો તો તેમણે પોતાનો મોટાભાગનો સમય આરામ કરવામાં જ વીતાવ્યો હતો. તેમના મૃત્યુ પછી મેં તેમને યાદ કર્યા તો માતાએ મને તેમની દુકાન બતાવી.
  પિતાના મૃત્યુ પછી દાદાએ સંભાળી જવાબદારી

  પ્રિયંકાએ કહ્યું પપ્પાના ગયા પછી દાદાજીએ મને સંભાળી અને પાળી હતી. હું તેમને એક સખ્ત આદમી તરીકે જાણતી હતી. તેમની આજુબાજુ બાળકો રમતા પણ ડરતા હતા. જોકે પપ્પાના ગયા પછી તે ખૂબ જ સોફટ થઈ ગયા હતા. તે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખતા હતા કે હું સારી રીતે ભણી શકું અને મારી પાસે હાલ એ બધું જ છે, જે મારે જોઈએ છે.

  આ પણ વાંચોઃ વાયરલ વીડિયો: બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી, વાળ પકડી લાફા ફટકાર્યા

  વાઈરલ વીડિયોએ બધાને કરી દીધા  ભાવુક

  વાઈરલ થઈ રહેલા આ વીડિયોએ બધાની આંખોમાં આસું લાવી દીધા છે. એક યુઝરે લખ્યું હું તેને સંપૂર્ણ રીતે અનુભવી શકું છું. દરેક પિતા પોતાની પુત્રી માટે એક સુપરહીરો છે અને તે સ્થાન અન્ય કોઈ પણ વ્યક્તિ લઈ શકતો નથી. એક બીજા યુઝરે આ અંગે લખ્યું કે તમારી ઉપલબ્ધીઓને જોઈને ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે અને તમારા પિતા હમેશા તમને આકાશમાંથી જોઈ રહ્યાં છે. ઉદાસ ના થઈશ અને પોતાના પરિવારનું ધ્યાન રાખજે. ખાસ કરીને દાદાજી, જેમણે તને ઉડાન માટેની સંપૂર્ણ આઝાદી આપી છે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Going Viral, Internet viral, Viral videos

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन