કરુણ ઘટના! દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં, તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ, પિતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા

કરુણ ઘટના! દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં, તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ, પિતાએ ફાંસો ખાઈ કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

સાંજે ઘરેથી જંગલ ગયેલી પુત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. મોડી રાત સુધી પુત્રી ઘરે પરત ન આવી તો પિતાએ ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

 • Share this:
  ફતેહપુરઃ ઉત્તર પ્રદેશના (uttar pradesh) ફતેહપુર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં દહેજ ના (dowry) આપવાના કારણે જાન આવી નહીં. ત્યારબાદ જાન ન આવતા દુલ્હન ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. ત્યારબાદ આખી ઘટનાથી દુઃખી દુલ્હનના પિતાએ ફાંસી (father suicide) લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  મળતી માહિતી પ્રમાણે આ આખો મામલો ફતેહપુરના બિંદકી પોલીસ સ્ટેશન વિસ્તારના નયા પુરવા ગાંવનો છે. અહીં 45 વર્ષીય રામ સુફલ નિષાદની પુત્રી માલાના લગ્ન હમીરપુર જિલ્લામાં નક્કી કર્યા હતા. 6 ડિસેમ્બરે તેમની જાન આવી હતી. દહેજની માંગ પુરી ન થતાં કારણ જાનૈયાઓ કન્યાના ઘરે પહોંચ્યા ન હતા.  પીડિત પિતાએ આ ઘટનાની લેખિત ફરિયાદ એસપીના સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે આ આખા ઘટનાક્રમની તપાસમાં લાગી છે. આ મામલે એક નવા ઘટનાક્રમ સામે આવ્યો હતો. ગુરુવારની સાંજે જેની જાન આવવાની હતી. તે અચાનક ઘરથી શંકાસ્પદ અવસ્થામાં ગાયબ થઈ હતી. મોડી રાત સુધી રામ સુફલની પુત્રી પોતાના ઘરે પરત પાછી આવી નહીં. પિતાએ ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ મોત પહેલા નશામાં માથાભારે માયાએ યુવતીને અને બનેવીને દસેક લાફા ઝીકી દીધા હતા, અન્ય કલમોનો ઉમેરો

  આ મામલે મૃતકની મોટી પુત્રી પ્રીતિ દેવીના આરોપ છે કે મનોહર પોલીસ સ્ટેશન હમીરપુર નિવાસી છૈદૂની સાથે લગ્ન નક્કી કર્યું હતું. પરંતુ જાન લઈને આવ્યો નહીં. ત્યારબાદ પિતા દુઃખી રહે છે. ગત સાંજે ઘરેથી જંગલ ગયેલી પુત્રી અચાનક ગાયબ થઈ ગઈ હતી. મોડી રાત સુધી પુત્રી ઘરે પરત ન આવી તો પિતાએ ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

  આ પણ વાંચોઃ-મર્ડર મિસ્ટ્રી! મિત્ર સાથે અચાનક ઘરે પહોંચી પત્ની, ચોંકી ગયો પતિ પછી ખેલાયો ખૂની ખેલ, પત્નીની ધરપકડ

  આ મામલે એસપી સતપાલ અંતિલે જણાવ્યું કે બિંદકીના નવા પુરાવા ગાવથી પોલીસથી પોલીસને જાણ થઈ હતી કે એક વ્યક્તિએ સૂસાઈડ કરી લીધું છે. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચીને તપાસ શરૂ કરી હતી.  જેમાં જાણવા મળ્યું હતું કે, રામ સુફલ નામક વ્યક્તિએ સૂસાઈડ કર્યું છે. તેમના પરિવારમાં સાત પુત્રીઓ છે અને ત્રણ પુત્રો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તપાસ પુરી કરવામાં આવી રહી છે.
  Published by:ankit patel
  First published:December 17, 2020, 22:38 pm

  ટૉપ ન્યૂઝ