Home /News /national-international /વિચિત્ર ઘટના : લગ્ન પહેલા મેક-અપ કરવા ગયેલી કન્યા ફરાર, વરરાજાએ પોલીસને કહ્યું- હવે હું કયા મોઢેથી...
વિચિત્ર ઘટના : લગ્ન પહેલા મેક-અપ કરવા ગયેલી કન્યા ફરાર, વરરાજાએ પોલીસને કહ્યું- હવે હું કયા મોઢેથી...
લગ્ન પહેલા જ દુલ્હન ભાગી ગઈ, વરરાજા લગ્ન મંડપમાં રાહ જોતો જ રહી ગયો
ઈન્દોર (indore) થી લગ્ન કરવા ઉજ્જૈન (Ujjain) આવેલા વરરાજા સાથે ફિલ્મી અંદાજમાં છેતરપિંડી થઈ. લગ્ન પહેલા જ દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ, વરરાજાએ કહ્યું - હું હવે કયા મોઢે ઘરે જઈશ. મારા લગ્ન બીજી છોકરી સાથે પણ કરાવો.
ઈન્દોર : ઈન્દોર (indore) ના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી. બુધવારે રાત્રે લગ્ન પહેલા એક દુલ્હન ફિલ્મી સ્ટાઈલમાં ભાગી ગઈ હતી. તેની જાન ઉજ્જૈનથી આવી હતી. ચિમનબાગ વિસ્તારમાં વર-કન્યાના લગ્નની વિધિઓ યોજાવાની હતી. જાનનો વરઘોડો નાચ-ગાન સાથે લગ્નના કાર્યક્રમના સ્થળે પહોંચ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી કન્યા આવી જ નહી. કન્યાના સંબંધીઓએ પણ લાંબા સમય સુધી સંબંધીઓને કંઈ કહ્યું ન હતું. પરંતુ જ્યારે ખુબ મોડું થઈ ગયું અને છોકરાઓવાળા ગુસ્સે થવા લાગ્યા ત્યારે આ મામલો ખુલ્યો. જાણવા મળ્યું હતું કે, કન્યા બ્યુટીપાર્લર જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પાછી ફરી જ નહી. આ પછી વરરાજા જાન સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને ફરિયાદ કરી.
ઉલ્લેખનીય છે કે, ઈન્દોરથી લગ્ન કરવા ઉજ્જૈન (Ujjain) આવેલા વરરાજા સાથે ફિલ્મી અંદાજમાં છેતરપિંડી થઈ. લગ્ન પહેલા જ દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. વરરાજા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કહ્યું કે, હું હવે કયા મોઢે ઘરે જઈશ. મારા લગ્ન બીજી છોકરી સાથે કરાવો. એક કલાક સુધી હોબાળો થયો, પરંતુ લાંબા હંગામા પછી વરરાજા જાન સાથે કન્યા વગર પરત ફર્યા. મળતી માહિતી મુજબ, વરરાજા ટેબલ ટેનિસનો કોચ છે. બુધવારે બપોરે સગાઈની વિધિ થઈ હતી અને સગા-સંબંધિઓનો સિલસિલો ચાલી રહ્યો હતો. બધા એકબીજા સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા.
આ દરમિયાન, કન્યા અને વરરાજાના પક્ષે નક્કી કર્યું કે, સગાઈ પછી વરરાજા વરગોડા સાથે આવશે અને હાર પહેરાવવાની વિધિ પૂરી કરવામાં આવશે. અને વચ્ચેના થોડા સમયમાં કન્યા મેકઅપ કરાવી લેશે. શેડ્યૂલ મુજબ દુલ્હન તેની મિત્રો સાથે અન્નપૂર્ણા વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં મેકઅપ કરવા ગઈ હતી. વરરાજા પણ મિત્રો સાથે પોશાક પહેરીને ઘોડી પર ચઢવા તૈયાર થયો. વરઘોડો નીકળ્યો અને વાજતે-ગાજતે નક્કી કરેલા સ્થળે પહોંચ્યો. લાંબા સમય સુધી નાચ-ગાન કર્યા પછી બધા જ કન્યાની રાહ જોવા લાગ્યા. પરંતુ, તે ન આવી અને તેના પરિવારની મુશ્કેલીઓ વધવા લાગી.
થોડા સમય પછી પરિવારના સભ્યોને કંઈક અજુગતું થવાનો ડર લાગવા લાગ્યો. વર અને કન્યા બંને પક્ષના લોકો સતત દુલ્હનને ફોન કરી રહ્યા હતા, પરંતુ તેનો ફોન લાગી રહ્યો ન હતો. તેની સાથે ગયેલી બહેનપણીઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પણ સંતોષકારક જવાબ આપી શકી ન હતી. થોડા સમય પછી, કન્યાના પરિવારને સમજાયું કે તેમની પુત્રી આ લગ્ન માટે સંમત નથી અને તે ઘર છોડીને ફરાર થઈ ગઈ છે. આ પછી પણ દુલ્હનના પરિવારના સભ્યો થોડા સમય સુધી વરરાજા અને તેના પરિવારના સભ્યોને સંભાળતા રહ્યા, પરંતુ જ્યારે લાંબા સમય સુધી દુલ્હન ન પહોંચી તો શંકા હકીકતમાં ફેરવાઈ ગઈ. ત્યારે બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એવી માહિતી સામે આવી કે, કન્યા લગ્ન પહેલા જ પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પરિવારના સભ્યો પણ પ્રેમીને ઓળખતા હતા. પરંતુ, તે બંને વચ્ચેના પ્રેમ સંબંધની તેમને જાણ નહોતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર