Home /News /national-international /અમીર બનવું છે તો ક્યારેય ન કરો આ બે ભૂલ, 20 વર્ષમાં જ કરોડપતિ બનેવા આ છોકરાએ આપી ટિપ્સ
અમીર બનવું છે તો ક્યારેય ન કરો આ બે ભૂલ, 20 વર્ષમાં જ કરોડપતિ બનેવા આ છોકરાએ આપી ટિપ્સ
20 વર્ષમાં જ અમીર બનેલા આ છોકરાઓ આપી અમીર બનવાની ટિપ્સ
Motivational Story: જો કે, જોશ આજે જે ઊંચાઈઓ પર છે, ત્યાં સુધી પહોંચવું ઘણું જ મુશ્કેલ છે. વાસ્તવમાં, વર્ષ 2019માં 45 દિવસોમાં જ તેણે તેની સારી મિલકત, ઘર અને કાર ગુમાવી દીધી. તેણે જણાવ્યુ કે, નુકસાનના કારણે તે ઘણો જ નિરાશ થઈ ગયો હતો. તેને ઘણું જ દુઃખ થયું હતુ, પરંતુ પોતાને ફરીથી શોધવાનું વિચાર્યુ, તેણે ફરીથી ઘણી મિલરત બનાવી લીધી છે.
નવી દિલ્હીઃ શું તમે જીવનમાં ગરીબ જ રહી જવાના બે કારણો જાણો છો. જો નહિ તો આ ખબરને જરૂર વાંચો. અહીં તમને પોતાના દમ પર અબજોપતિ બનેલો વ્યકિત જણાવશે કે, આખરે એ બે ભૂલો કઈ છે, જેમાં માણસ અમીર નથી બની શકતો. આ ઉપરાંત તે એ પણ જણાવશે કે, આખરે તમે કઈ રીતે વધારેમાં વધારે રૂપિયા કમાઈ શકો છો.
ગ્રેજ્યુએશન પણ ન પૂરું કરી શક્યો
24 વર્ષના જોશ કિંગ મેડ્રિડે જણાવ્યુ કે, જ્યારે તે સ્કૂલમાં હતો, તો ક્લાસના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો તેમને ‘લૂઝર’ કહેતા હતા. તે લોકો મને કહેતા હતા કે હું ‘ઘર વિહોણો થઈ જઈશ. પરંતુ હવે મારી પાસે 165 કરોડની મિલકત છે. જેટ-સેટ’ ના નામથી પ્રસિદ્ધ જોશ કિંગ કહે છે કે, મેં આ ઉંમરમાં આટલા રૂપિયા કમાયા અને ગુમાવ્યા બાદ ફરીથી કમાઈ લીધા છે. યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં એક ટર્મ માટે અભ્યાસ કર્યા બાદ ડ્રોપ આઉટ થયેલો જોશ 20 વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગયો. તેની પાસે આટલા રૂપિયા રોકાણ દ્વારા જ આવ્યા છે. વર્ષ 2016માં તેનું નસીબ જોર કરી ગયું.
ધ સન સાથેની વાતચીતમાં જોશ કહે છે કે, વધારે પડતા લોકો તેમના જીવનમાં 2 એવી ભૂલો કરે છે કે, જેના કારણે તે ગરીબ જ રહી જાય છે. આ ભૂલ છે આળસ અને તમારી જાત પ્રત્યે દયાળું થવું- જો તમે તમારા સપનાનું જીવન જીવવા માંગો છો, તો જ્યારે પણ તમારી સાથે કંઈ થાય, તેના માટે પોતાને જ 100 ટકા જવાબદાર માનો. આ ઉપરાંત આળશ અને સ્વ-દયાને પોતાનાથી દૂર કરો. આ પ્રકારની માનસિકતા તમને ગરીબ જ રાખશે. તેને તમે જેટલી જલ્દી અનુભવ કરો, તેટલું સારું છે. તમારી કમનસીબી માટે બીજાને દોષ આપવો બહુ જ સરળ છે. પોતે જ જવાબદારી લેવી અને આગળ વધતું રહેલું જ સફળતાની ચાવી છે.
જો કે, જોશ આજે જે ઊંચાઈઓ પર છે, ત્યાં સુધી પહોંચવું ઘણું જ મુશ્કેલ છે. વાસ્તવમાં, વર્ષ 2019માં 45 દિવસોમાં જ તેણે તેની સારી મિલકત, ઘર અને કાર ગુમાવી દીધી. તેણે જણાવ્યુ કે, નુકસાનના કારણે તે ઘણો જ નિરાશ થઈ ગયો હતો. તેને ઘણું જ દુઃખ થયું હતુ, પરંતુ પોતાને ફરીથી શોધવાનું વિચાર્યુ, તેણે ફરીથી ઘણી મિલરત બનાવી લીધી છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર