Home /News /national-international /અરજીમાં કહ્યું હતું - “કોર્ટ ઘણી રજાઓ લે છે”, કોર્ટે કહ્યું- દિવાળીની રજાઓ પછી કરીશું સુનાવણી!

અરજીમાં કહ્યું હતું - “કોર્ટ ઘણી રજાઓ લે છે”, કોર્ટે કહ્યું- દિવાળીની રજાઓ પછી કરીશું સુનાવણી!

આ જનહિત અરજીમાં ઉચ્ચ ન્યાયાલય દ્વારા લેવામાં આવેલી રજાઓને પડકારવામાં આવી છે. (ફાઇલ ફોટો)

PIL challenging practice of courts taking long vacations: લાકડાવાલાના વકીલ મેથ્યુસ નેદુમપરાએ રજૂઆત કરી હતી કે અરજદાર ન્યાયાધીશોની રજા લેવાની વિરુદ્ધમાં નથી, પરંતુ ન્યાયતંત્રના સભ્યોએ એક જ સમયે રજા ન લેવી જોઈએ જેથી કોર્ટ આખું વર્ષ કાર્યરત રહે. નેદુમપરાએ જસ્ટિસ એસ વી ગંગાપુરવાલા અને આર એન લદ્દાની ડિવિઝન બેંચ સમક્ષ આજે તાકીદે સુનાવણીની માંગ કરતી અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

વધુ જુઓ ...
    બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) આજે જણાવ્યું હતું કે તે દિવાળી (Diwali Holidays 2022)ની રજાઓ પછી આ PIL પર સુનાવણી કરશે, જેમાં કોર્ટમાં લાંબી રજાઓ (Long Court Vacations) લેવાની પ્રથાને પડકારવામાં આવી છે. જેના કારણે કેસોની ફાઇલિંગ અને સુનાવણીને અસર થાય છે. બોમ્બે હાઈકોર્ટની દિવાળીની રજા 22 ઓક્ટોબરથી છે અને તે 9 નવેમ્બરે ફરી ખુલશે.

    સબીના લાકડાવાલાએ દાખલ કરેલી પીઆઈએલમાં હાઈકોર્ટ દ્વારા લેવામાં આવતી લાંબી રજાને પડકારવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે અરજદારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, જેથી તેમના ન્યાય મેળવવાના અધિકારને અસર થાય છે.

    લાકડાવાલાના વકીલ મેથ્યુસ નેદુમપરાએ રજૂઆત કરી હતી કે અરજદાર ન્યાયાધીશોની રજા લેવાની વિરુદ્ધમાં નથી, પરંતુ ન્યાયતંત્રના સભ્યોએ એક જ સમયે રજા ન લેવી જોઈએ જેથી કોર્ટ આખું વર્ષ કાર્યરત રહે. નેદુમપરાએ જસ્ટિસ એસ વી ગંગાપુરવાલા અને આર એન લદ્દાની ડિવિઝન બેંચ સમક્ષ આજે તાકીદે સુનાવણીની માંગ કરતી અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

    આ પણ વાંચો: રાજકીય સંકટની વચ્ચે બ્રિટનના પીએમ લિઝ ટ્રસે આપ્યું રાજીનામું

    ખંડપીઠે (ડિવિઝન બેન્ચ) વકીલને પૂછ્યું કે અત્યારે હવે અરજી શા માટે દાખલ કરવામાં આવી, જ્યારે કે 2022 માટે હાઈકોર્ટનું કેલેન્ડર ગયા વર્ષે નવેમ્બરમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું કે તે અરજી પર 15 નવેમ્બરે સુનાવણી કરશે.

    હાઇકોર્ટ દર વર્ષે ત્રણ વિરામ લે છે - ઉનાળુ વેકેશન (એક મહિનો), દિવાળી વેકેશન (બે સપ્તાહ) અને નાતાલનું વેકેશન (એક સપ્તાહ). રજાઓ દરમિયાન તાત્કાલિક ન્યાયિક કામ માટે વિશેષ બેન્ચ ઉપલબ્ધ હોય છે.

    આ પણ વાંચો: પાકિસ્તાન સામેની મેચ માટે ભારતીય ટીમ મેલબોર્ન પહોંચી

    અરજીમાં એવી જાહેરાત કરવાની માંગ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની રજા માટે 70 દિવસથી વધુ સમય માટે અદાલતો બંધ કરવી એ અરજદારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, કારણ કે તેથી સમયની અછતને કારણે અદાલતો કેસોની સુનાવણી કરવામાં અસમર્થ બને છે.

    પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે "લાંબી રજાઓની આવી પ્રથા નાબૂદ થવી જોઈએ". જેથી ન્યાયપલિકાની પ્રક્રિયા વર્ષ દરમિયાન સતત ચાલતી રહે.

    પિટિશનમાં તમામ કેસોની સુનાવણી અને ચુકાદો આપવા માટે પૂરતી સંખ્યામાં જજોની નિમણૂક કરીને આગામી દિવાળી વેકેશન દરમિયાન હાઈકોર્ટને સંપૂર્ણ રીતે કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી.
    First published:

    Tags: Bombay HC, Bombay high court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો