હૈદરાબાદ એન્કાઉન્ટર : આરોપીઓની લાશો ખરાબ થઈ શકે છે, હૉસ્પિટલ પ્રશાસન કાર્ટ પહોંચ્યું

હૈદરાબાદ એન્કાન્ટર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે પંચની રચના કરી છે. (File Photo- PTI)

હૈદરાબાદ એન્કાઉન્ટરના 14 દિવસ બાદ પણ ચારેય આરોપીઓની લાશો ગાંધી હૉસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવી છે

 • Share this:
  હૈદરાબાદ : તેલંગાના (Telangana)ના પાટનગર હૈદરાબાદ (Hyderabad)માં મહિલા વૅટનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે ગેંગરેપ (Gangrape) બાદ હત્યા કરનારા તમામ આરોપીઓના શબને હજુ સુધી હૉસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એન્કાઉન્ટરના 14 દિવસ બાદ પણ શબોની તપાસ પૂરી ન થવાના કારણે તે ખરાબ થવાનો ખતરો વધી ગયો છે. આ સંબંધમાં હવે હૉસ્પિટલ પ્રશાસને હાઈકોર્ટથી નિર્દેશ માંગ્યા છે. હૈદરાબાદની ગાંધી હૉસ્પિટલના વરિષ્ઠ મેડિકલ ઑફિસર મુજબ ફૉરેન્સિક ટીમે એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે શબોને લાંબા સમય સુધી સુરક્ષિત નહીં રાખી શકાય. હૉસ્પિટલ પ્રશાસને માંગ કરી છે કે તેઓ શબોના સંબંધમાં કોઈ નિર્દેશ આપે.

  ફૉરેન્સિક એક્સપર્ટ્સ મુજબ, શબોની સ્થિતિ હજુ ઠીક છે પરંતુ આગળ તેને ક્યાં સુધી અને કેવી રીતે રાખવાના છે તેની સમયસીમા પણ નક્કી કરવામાં આવે. એન્કાઉન્ટર (Hyderabad Encounter)માં ચારેય આરોપીઓના મોત બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ તપાસ પંચની રચના કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચને જણાવવામાં આવ્યું કે એક વિશેષ તપાસ ટીમ ચારેય આરોપીઓના એન્કાઉન્ટરના મામલાની તપાસ કરી રહી છે. તપાસ ટીમ એ વાતની તપાસ કરવાના પ્રયાસમાં છે કે ચારેય આરોપીઓ ઉપર પોલીસે ગોળી પોતાના બચવામાં ચલાવી હતી કે પછી આ તમામને જાણી જોઈને મારી નાખવામાં આવ્યા.

  ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓના મોત થયા હતા. હૈદરાબાદ પોલીસે ચારેય આરોપીઓને નેશનલ હાઈવે-44ની પાસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ એ જ જગ્યા હતી જ્યાં ચારેય આરોપીઓએ વૅટનરી ડૉક્ટરની સાથે દુષ્કર્મ કર્યા બાદ આગ લગાવીને હત્યા કરી દીધી હતી. આ એન્કાઉન્ટર પર અનેક સવાલ પણ ઊભા થયા છે. અનેક સંગઠનોએ તેને નકલી કરાર કર્યું છે. જેથી આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે ઘટનાના દિવસે જ શબોને 13 ડિસેમ્બર સુધી સંરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ તેના અંતિમ આદેશ સુધી આરોપીઓના શબ સુરક્ષિત રાખવામાં આવે. 6 મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે.

  આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : ઠાર મરાયેલા ચાર આરોપીઓની લાશો હૉસ્પિટલમાં કેમ રાખવામાં આવી છે?

  આવી રીતે થયું હતું એન્કાઉન્ટર

  આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યાની છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસ સમગ્ર ઘટનાને આરોપીઓની નજરથી સમજવા માંગતી હતી. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન આ ચારેય આરોપીઓએ તેમની પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. એવામાં પોલીસ પાસે વળતી કાર્યવાહી સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો. તેઓએ તેને પકડવા માટે ફાયરિંગ કર્યું. જોતજોતામાં ચારેય આરોપી ત્યાં જ ઢળી પડ્યા. બાદમાં તે ચારેયની લાશોને સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવી.


  આ પણ વાંચો,


  હૈદરાબાદ ગેંગરેપ-હત્યા : પોલીસનો દાવો, બે આરોપીએ પહેલા પણ 9 મહિલાઓની દુષ્કર્મ બાદ હત્યા કરી હતી
  હૈદરાબાદ ગેંગરેપ : ડૉક્ટરની બળેલી લાશના DNA રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
  Published by:Mrunal Bhojak
  First published: