Home /News /national-international /Bageshwar: સ્યુસાઇડ નોટથી થયો 4 લોકોની આત્મહત્યાનો ખુલાસો, 14 વર્ષની દીકરીએ જે લખ્યું વાંચીને આંખો ભીની થશે

Bageshwar: સ્યુસાઇડ નોટથી થયો 4 લોકોની આત્મહત્યાનો ખુલાસો, 14 વર્ષની દીકરીએ જે લખ્યું વાંચીને આંખો ભીની થશે

અંકિતાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે લોકો પૈસા લેવા માટે ઘરે પહોંચી રહ્યા હતા.

અંકિતાએ સ્યુસાઇડ નોટમાં વધુમાં લખ્યું છે કે લોકો પૈસા લેવા માટે ઘરે પહોંચી રહ્યા હતા. જેના માટે તેમણે સ્થાનિક પોલીસને મદદ માટે વિનંતી પણ કરી હતી પરંતુ તેમના દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો.

  • Local18
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India
બાગેશ્વર: 17 માર્ચે ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના જોશીગાંમમાં એક જ ઘરની અંદરથી ચાર લોકોના મૃતદેહ મળ્યા બાદ હંગામો મચી ગયો હતો. મહિલા અને તેના ત્રણ બાળકોના મૃતદેહો જે હાલતમાં હતા તે જોઈને બધા ચોંકી ગયા હતા. મૃતદેહોની ઓળખ ભોપાલ રામની પત્ની નંદી દેવી, મોટી પુત્રી અંકિતા (14), પુત્ર ક્રિષ્ના (7) અને પુત્ર ભાવેશ (1) તરીકે થઈ હતી. તે અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. બાગેશ્વર પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી અને શનિવારે તે અંગે ખુલાસો કર્યો છે. ખરેખરમાં આ મોતોનો ખુલાસો ત્યારે થયો જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી અંકિતાએ તેના પુસ્તકમાં 12 પાનાની સુસાઈડ નોટ લખી. અંકિતાએ લખેલા શબ્દો વાંચીને સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

પોલીસને મળેલી સુસાઈડ નોટમાં અંકિતાએ લખ્યું હતું કે તેની માતા સલ્ફાસ લઈને આવી હતી. તેમનો પરિવાર આર્થિક સંકડામણ અને જવાબદારીઓથી પરેશાન હતો. જેમની પાસેથી તેમણે ઉધાર લીધું હતું તે લોકો તેમને હેરાન કરતા હતા અને પૈસાની માંગણી કરવા વારંવાર ઘરે આવતા હતા. આવી સ્થિતિમાં તેની માતા માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ થઈ રહી હતી. આ સિવાય તેના પિતા પણ ખૂબ નારાજ હતા. 1 માર્ચથી તે ઘરે આવ્યા ન હતા.

આ પણ વાંચો: માંડ-માંડ બચી મહિલા! રસોઈ બનાવતી વખતે અચાનક રસોડામાં દેખાયો કોબ્રા સાપ; જુઓ VIDEO

પોલીસ પાસે મદદ માંગી હતી

અંકિતાએ સ્યુસાઇડ નોટમાં વધુમાં લખ્યું છે કે લોકો પૈસા લેવા માટે ઘરે પહોંચી રહ્યા હતા. જેના માટે તેમણે સ્થાનિક પોલીસને મદદ માટે વિનંતી પણ કરી હતી પરંતુ તેમના દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટ પર તાત્કાલિક કાર્યવાહી કરતા એસપી બાગેશ્વરે એસએચઓને લાઈન હાજર કરી દીધા છે.

આર્થિક સંકળામણથી પરેશાન હતા

બાગેશ્વરના એસપી હિમાંશુ વર્માએ જણાવ્યું કે પરિવારની હાલત એવી નથી કે તેઓ રાશન ખરીદી શકે. જ્યારે પોલીસને ભોપાલ રામ મળી આવ્યા હતા. તેમણે પોલીસને જણાવ્યું કે તેની પાસે ત્રણ મહિના પહેલા મોબાઈલ હતો પરંતુ આર્થિક સંકડામણના કારણે તેણે તે મોબાઈલ પણ વેચી દીધો હતો. પોલીસે આ મામલામાં એક મહિલા વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. ભોપાલ રામે રીમાની રહેવાસી મહિલા પાસેથી કેટલાક પૈસા લીધા હતા. જે બાદ પોલીસે મહિલા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.
First published:

Tags: Financial Crisis suicide, Uttarakhand news

विज्ञापन