Home /News /national-international /Congress Files: ભાજપે ખોલ્યો કોંગ્રેસ શાસનમાં થયેલા કૌભાંડોનો કાળો ચિઠ્ઠો, રકમ એટલી કે માથું ખંજવાળશો

Congress Files: ભાજપે ખોલ્યો કોંગ્રેસ શાસનમાં થયેલા કૌભાંડોનો કાળો ચિઠ્ઠો, રકમ એટલી કે માથું ખંજવાળશો

વીડિયોના અંતમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ માત્ર કોંગ્રેસના કૌભાંડોની ઝાંખી છે પિકચર હજુ બાકી છે'. (PIC- BJP4India Twitter)

વીડિયોના અંતમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ માત્ર કોંગ્રેસના કૌભાંડોની ઝાંખી છે પિકચર હજુ બાકી છે'. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારના આગલા એપિસોડમાં જુઓ - પેઇન્ટિંગની કિંમત 2 કરોડ રૂપિયા હતી, તે બે કરોડ માટે ગાંધી પરિવાર પણ ધમકીઓનો ઉપયોગ કરી રહ્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) એ રવિવારે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતી ‘Congress Files’ નામની વીડિયો સીરિઝ લોંચ કરી છે. આ વીડિયો સીરિઝમાં ભાજપે યુપીએ સરકારમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ટ્વિટર પર 3 મિનિટનો વીડિયો શેર કરીને ભાજપે કોંગ્રેસના શાસનમાં 48,20,69,00,00,000 રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આ વીડિયોમાં મનમોહન સિંહની સરકાર દરમિયાન કોલસા કૌભાંડ, 2G સ્કેમ, કોમન વેલ્થ ગેમ સ્કેમ જેવા અનેક કૌભાંડોની ચર્ચા કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના શાસનમાં 48 ટ્રિલિયન 20 અબજ 69 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. કોલસાથી લઈને 2-G અને કોમનવેલ્થ કૌભાંડનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે 48 ટ્રિલિયન 20 અબજ 69 કરોડ રૂપિયાથી દેશની સુરક્ષાથી લઈને પ્રગતિ સુધીના ઘણા કામ થઈ શક્યા હોત. આ રકમમાં 24 INS વિક્રાંત, 300 રાફેલ એરક્રાફ્ટ અને 1000 મંગળ મિશન બનાવી શકાય છે અથવા ખરીદી શકાય છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચારની દેશે કિંમત ચૂકવવી પડી છે અને કોંગ્રેસને કારણે આપણો દેશ પ્રગતિ અને ઉન્નતિના પંથે પાછળ રહી ગયો છે.



વિપક્ષનું 'ભ્રષ્ટાચાર બચાવો આંદોલન'

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે વિરોધ પક્ષો પર "ભ્રષ્ટાચાર બચાવો આંદોલન" શરૂ કરવાનો આરોપ મૂક્યો તે પછી આ વીડિયો સામે આવ્યો છે. ગત અઠવાડિયે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ પર 14 વિપક્ષી પાર્ટીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા પછી પીએમએ તેમના પર નિશાન સાધ્યું છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું- એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર હુમલા થઈ રહ્યા છે, કોર્ટમાં તેમના પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સાથે જ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ભાજપ જાણીજોઈને વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવી રહી છે.

આ પણ વાંચો: નવાડામાં ગર્જ્યા અમિત શાહ, કહ્યું- બિહારમાં ભાજપને તક આપો, તોફાનીઓને ઉંધા લટકાવીને...

બીજો ભાગ પણ

વીડિયોના અંતમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ માત્ર કોંગ્રેસના કૌભાંડોની ઝાંખી છે પિકચર હજુ બાકી છે'. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારના આગલા એપિસોડમાં જુઓ - પેઇન્ટિંગની કિંમત 2 કરોડ રૂપિયા હતી, તે બે કરોડ માટે ગાંધી પરિવાર પણ ધમકીઓનો ઉપયોગ કરી રહ્યો હતો.
First published:

Tags: Delhi News, Manmohan singh, Sonia Gandhi