Home /News /national-international /જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

યુવકની તસવીર

ગ્રામ વિકાસ અધિકારી જિય યાદવ જૌનપુરના ડોભી વિકાસ ખંડમાં તૈનાત હતા. ઢાબા ઉપર ખાવાના વિવાદને લઈને ઢાબામાં ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી. આ દરમિયાન વિજયનું મોત થયું હતું.

ગાઝીપુરઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝીપુરમાં (Ghazipur) ઢાબા ઉપર જન્મદિવસ (birthday) મનાવવા ગયેલા એક ગ્રામ વિકાસ અધિકારીની હત્યા (Village Development Officer murder) કરવામાં આવી હતી. કાલિકા ઢાબા ઉપર ખાવા અંગે વિવાદ થયો હતો. ગ્રામ વિકાસ અધિકારી જિય યાદવ જૌનપુરના ડોભી વિકાસ ખંડમાં તૈનાત હતા.

ઢાબા ઉપર ખાવાના વિવાદને લઈને ઢાબામાં ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી (fighting) થઈ હતી. આ દરમિયાન વિજયનું મોત થયું હતું. જ્યારે બીજા ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પોલીસ (police 4 arrested) આ મામલો ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજય યાદવનો બુધવારે જન્મદિવસ હતો. તે પોતાના દોસ્તો સાથે નગર કોતવાલીના તુલસીપુર સ્થિત કાલિકા ઢાબા ઉપર જન્મદિવસ મનાવવા માટે ગયો હતો. આ દરમિયાન કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. અને મારા મારી થઈ હતી. જેમાં વિજય યાદવ અને તેમના મોટા ભાઈ સોમા યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ-Zomato ડિલિવરી બોયનું કારસ્તાન, યુવતીને મુક્કો મારી નાકે કર્યું ફ્રેક્ચર, યુવતીએ videoમાં વ્યક્ત કરી આખી ઘટના

આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ઘટનાની જાણ થાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વિજયને સારવાર માટે ટ્રોમા સેન્ટર વારાણસી મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મારામારીમાં ઘાયલ સોમાની હાલત પણ ગંભીર જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

આ પણ વાંચોઃ-બે ભાઈઓએ એક સાથે જ કરી આત્મહત્યા, દર્દભર્યો વીડિયો બનાવી કહ્યું 'જીવવાનું મન નથી....માટે જઈ રહ્યા છીએ'

વિજય યાદવ જૌનપુરના ચંદ્રવકમાં ગ્રામ વિકાસ અધિકારીના પદ ઉપર ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઢાબાના કેટલાક કર્મચારીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. અને ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ પોલીસે મામલામાં ઢાબાના મેનેજર સહિત 4 કર્મચારીઓની ધરપકડ કરી હતી.
" isDesktop="true" id="1078996" >



એસપીએ ઘટના સ્થળે પહોંચ્યા હતા
પોલીસ અધિક્ષક ડો. ઓમપ્રકાશ સિંહ કાલિકા ઢાબા ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું ઝિણવટ પૂર્વક અવલોકન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સીઓ સીટી ઓજસ્વી ચાવલા તેમને કોતવાલ વિમલ કુમાર મિશ્રાને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. ઘટના સ્થળથી પેપ્સીના બોટલના ટુકડા અને રોડ મળ્યા છે. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો છે.
First published:

Tags: Latest crime news, ઉત્તર પ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો