અમૃતસરમાં ટ્રેનની અડફેટે આવતા 60 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

News18 Gujarati
Updated: October 20, 2018, 12:15 PM IST
અમૃતસરમાં ટ્રેનની અડફેટે આવતા  60 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. 

ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. 

  • Share this:
પંજાબના અમૃતસરમાં દશેરાના અવસર પર રાવણ દહનના કાર્યક્રમ દરમ્યાન ભાગદોડ બાદ ટ્રેનની અડફેટે લગભગ 60 લોકોના મોત નિપજ્યા છે.  જ્યારે 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના જોડા રેલ ફાટક પાસે ત્યારે બની જ્યારે ઢાનકોટથી અમૃતસર જઈ રહેલી ડેમૂ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. મરનારા લોકોમાં મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો હતા. ઘટના સ્થળ પર લગભગ 300થી વધારે લોકો હાજર હતા, જે રેલ પાટા નજીક એક મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા.

અમૃતસરના પ્રથમ ઉપમંડલિય મેજિસ્ટ્રેટ રાજેશ શર્માએ જણાવ્યું કે, 50 મૃતદેહ ભેગા કરી લેવામાં આવ્યા છે અને લગભગ 50 જેટલા ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાવણના પૂતળાને આગ લગાવ્યા બાદ ફટાકડા ફૂટ્યા અને રાવણ નીચે પડ્યો ત્યારે લોકોએ ભાગદોડ મચાવી અને રેલ્વે ટ્રેક પાસે પહોંચી ગયા, જોકે, પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો પાટા પર ઉભા રહી રાવણ દહનનો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, આવા જ સમયે અચાનક બે વિપરિત દિશામાંથી એક સાથે બે ટ્રેન આવી અને લોકોને બચવાનો ખુબ ઓછો સમય મળ્યો. તેમણે જણાવ્યું કે, એક ટ્રેનની અડફેટે બહુ ભદા લોકો આવી ગયા.

આ દુર્ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ કહ્યું કે, અહીંથી ટ્રેન ઘણી સ્પીડમાં જઈ રહી હતી અને રેલ્વે ફાટક પાસેથી પસાર થતા સમયે ટ્રેન દ્વારા હોર્ન પણ મારવામાં આવ્યું ન હતું. એક બાજુ ફટાકડાનો અવાજ હતો, જેથી લોકોને ટ્રેન નજીક આવી ગઈ તેની ખબર પણ ના પડી.

આ ઘટના બાદ તંત્ર બચાવ અને રાહત કાર્યમાં લાગી ગયું છે. પંજાબના મુખ્યમંત્રીને મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી છે, જ્યારે પીએમ મોદીએ પણ મૃતકોના પરિવારને 2 લાખના સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની જાહેરાત કરી છે.

પંજાબ સરકારે હેલ્પલાઈન નંબરની પણ જાહેરાત કરી છે.અમૃતસર રેલવે હેલ્પલાઇન નંબર
0183- 2223171
0183 2564485
0183 2564485

રેલવે - 73325
બીએસએનએલ- 0183-2440024
પાવર કેબિન એએસઆર રેલવે -  72820
બીએસએનએલ - 0183-2402927
વિજય સહોતા, એસએસઈ, મોબાઈલ - 7986897301
વિજય પટેલ એસએસઈ, મોબાઈલ -7973657316
ડિસ્ટ્રીક્ટ કલેક્ટર 0183-2421050

તો પંજાબ સરકારે મોટી સંખ્યામાં લોકોના ટ્રેન દુર્ઘટનામાં મોત થતા રાજ્યમાં શોક જાહેર કરી સ્કૂલો, કોલેજો અને સરકારી ઓફિસોમાં રજાની જાહેરાત કરી છે.

આ દુર્ઘટના બાદ કોંગ્રેસ અને ભાજપના કેન્દ્રીય નેતાઓએ ટ્વીટ કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. સાથે કેટલાક નેતાઓ ઘટના સ્થળની મુલાકાતે પણ પહોંચી ગયા છે.

  • અમૃતસર રાવણદહન દુર્ઘટના: ટ્રેનની અડફેટે આવેલા 50થી વધુ લોકોના મોતનો LIVE VIDEO
 

 

 
First published: October 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading