Home /News /national-international /Breaking News: દિલ્હીમાં ફટાકડા ફોડી શકાશે નહીં, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો કર્યો ઇનકાર

Breaking News: દિલ્હીમાં ફટાકડા ફોડી શકાશે નહીં, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો કર્યો ઇનકાર

ભાજપના નેતા મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રદૂષણને લઈને દિલ્હી/એનસીઆર માટે વિશેષ આદેશ જારી કર્યો છે. અમારો ઓર્ડર એકદમ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને અન્ય અરજીઓ સાથે ટેગ કરવાનો આદેશ આપ્યો છે.

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ફટાકડા પરનો પ્રતિબંધ હાલ પૂરતો યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની ના પાડી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિવાળીની રજાઓ પહેલા આ મામલે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રદૂષણને લઈને દિલ્હી/એનસીઆર માટે વિશેષ આદેશ જારી કર્યો છે. અમારો ઓર્ડર એકદમ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને અન્ય અરજીઓ સાથે ટેગ કરવાનો આદેશ આપ્યો છે.

ભાજપના નેતા મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાની ના પાડી દીધી હતી. અરજીમાં ફટાકડા પરના પ્રતિબંધને સંસ્કૃતિ વિરુદ્ધ જણાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મનોજ તિવારીએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષે 2 જાન્યુઆરી સુધી દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બીજી તરફ બીજેપી નેતા મનોજ તિવારીએ પોતાની અરજીમાં આ નિર્ણયને સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: દાડમ જ્યૂસ પીવાના છે અઢળક ફાયદાઓ, કેન્સરથી લઇને આ ભયંકર બીમારીઓથી બચાવે છે

સોમવારે સુનાવણી કરતા જસ્ટિસ એમ.આર.શાહની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ફટાકડા પરનો પ્રતિબંધ હટાવશે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હી NCR અંગે અમારો નિર્ણય એકદમ સ્પષ્ટ છે. શું તમે પ્રદૂષણની સ્થિતિ નથી જોઈ, પ્રદૂષણ વધવા લાગ્યું છે. તમે પોતે એનસીઆરમાં રહો છો તો પછી તમે પહેલાથી જ વધી ગયેલું પ્રદૂષણ કેમ વધારવા માંગો છો. અમે આ પ્રતિબંધ ઉઠાવી શકતા નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
First published:

Tags: Delhi capitals, Firecrackers, Supreme Court of India