જ્યોતિષે કહ્યું- તું પટાવાળો પણ નહીં બની શકે, ખેડૂતના દીકરાએ IAS બનીને આપ્યો જવાબ

News18 Gujarati
Updated: March 18, 2020, 8:02 AM IST
જ્યોતિષે કહ્યું- તું પટાવાળો પણ નહીં બની શકે, ખેડૂતના દીકરાએ IAS બનીને આપ્યો જવાબ
નવજીવન વિજય પવારે જ્યોતિષની આગાહીને ખોટી પાડવા દિવસ-રાત મહેનત કરી, ડેન્ગ્યૂનો સામનો કરીને પાસ કરી UPSCની પરીક્ષા

નવજીવન વિજય પવારે જ્યોતિષની આગાહીને ખોટી પાડવા દિવસ-રાત મહેનત કરી, ડેન્ગ્યૂનો સામનો કરીને પાસ કરી UPSCની પરીક્ષા

  • Share this:
નવી દિલ્હી : નવજીવન વિજય પવારને એક જ્યોતિષ (Astrologer)એ કહ્યું હતું કે તેઓ ક્યારેય આઈએએસ (IAS) નહીં બની શકે. આ વાત તેમને એટલી કઠી કે તેઓએ નક્કી કરી લીધું કે તેઓ પોતાના હાથની રેખાએ જાતે બદલશે. જોકે આ સફર એટલી સરળ નહોતી. આ દરમિયાન તેઓએ ડેન્ગ્યૂથી લઈને ડાયરિયા જેવી બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો. અંતમાં તેઓએ પોતાનું નસીબ લઈ નાખ્યું અને યૂપીએસસી (UPSC) 2018માં 316મો રેન્ક મેળવીને સપનાઓને સાકાર કરી દીધા.

પહેલા પ્રયાસમાં આઈએએસ બનેલા નવજીજને દિલ્હી નૉલેજ ટ્રેક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મેં 2017માં યૂપીએસસીની તૈયારી શરૂ કરી હતી. આ વર્ષે મેં પહેલો પ્રયાસ કર્યો અને પ્રીલિયમ્સમાં સફળતા મળી. નવજીવન જણાવે છે કે- મેઇન્સ પરીક્ષાના એક મહિના પહેલા મને ખૂબ તાવ અને શરીરમાં દુખાવો થવા લાગ્યો હતો. હૉસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે મને ડેન્ગ્યૂ થઈ ગયો છે. હું ઘરે ગયો તો મને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાયો. હૉસ્પિટલમાં એક હાથ પર ડૉક્ટરનું ઇન્જેક્શન લાગેલું રહેતું હતું અને બીજા હાથમાં પુસ્તક રહેતું.

જ્યોતિષે કહ્યું, દિલ્હી ટાઇમ પાસ કરવા આવ્યો છે

નવજીવને જણાવ્યું કે, ડેન્ગ્યૂથી બહાર આવ્યા બાદ 15 સપ્ટેમ્બરે હું દિલ્હી પરત ફર્યો. તેના માત્ર 13 દિવસ બાદ જ મારી મેઇન્સની પરીક્ષા હતી. હું ઘણો ડિપ્રેસ થઈ ગયો હતો. ત્યારે મને મરાઠીની એક કહેવત યાદ આવી કે જિંદગી બે જ વિકલ્પ આપે છે- રડવાનું કે પછી લડવાનું. નવજીવને જ્યોતિષનો કિસ્સો જણાવતાં કહ્યું કે મારા ટીચર મને જ્યોતિષ પાસે લઈ ગયા હતા. જ્યોતિષે મને કહ્યું કે 27 વર્ષની ઉંમર પહેલા હું આઈએએસ નહીં બની શકું. હું દિલ્હી માત્ર ટાઇમ પાસ કરવા માટે આવ્યું છું.

આ પણ વાંચો, ગરમીમાં પણ જીવતો રહે છે કોરોના વાયરસ, આ ગરમ દેશોમાં વધ્યા કેસ

મેં નક્કી કર્યું, IAS બનીને બતાવીશનવજીવન કહે છે કે, જ્યોતિષની આ ભવિષ્યવાણીના થોડા સમય બાદ મારા મેઇન્સનું પરિણામ આવ્યું અને મેં સફળતા મેળવી હતી. ત્યારબાદ હવે મેં ઇન્ટરવ્યૂની તૈયારી કરવા લાગી. મેં વિચાર્યું કે જો આગળવાળો મારું ભવિષ્ય જણાવી શકે છે તો હું મારું ફ્યૂચર કેમ ન લખી શકું.

સિવિલ સર્વિસની પરીક્ષાને ક્રેક કર્યા બાદ તેઓ મહારાષ્ટ્રમાં એક કેમ્પેન સાથે જોડાયા. આ કેમ્પેન હેઠળ નવજીવન ઘણા ઑફિસરોની સાથે મળી ગ્રામ્ય વિસ્તારની કૉલેજોમાં જઈને ત્યાંના સ્ટુડન્ટ્સ સાથે મુલાકાત કરે છે અને સિવિલ સર્વિસ સાથે જોડાયેલા તેમના સવાલના જવાબ આપે છે.

આ પણ વાંચો, Corona Effect: ભીડ ટાળવા ભારતીય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ 10થી વધારી 50 રૂપિયા કર્યો
First published: March 18, 2020, 8:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading